ભારતીય શેરબજારોમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 1300 અંક વધી 60359.44 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 335 અંક વધી 18013 પર કારોબાર કરી રહ્યો છે.સેન્સેક્સ પર એચડીએફસી, એચડીએફસી બેન્ક, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, લાર્સન સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. એચડીએફસી 10.08 ટકા વધી 2698.10 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 1.13 ટકા વધી 7496.60 પર કારોબાર કરી રહ્યો છે. જોકે એમએન્ડએમ, ઈન્ફોસિસ, મારુતિ સુઝુકી, આઈટીસી, TCS સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એમએન્ડએમ 1.59 ટકા ઘટી 812.85 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 1.15 ટકા ઘટી 1880.40 પર કારોબાર કરી રહ્યો છે.ભારતીય શેરબજારો શુક્રવારે વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ 708 અંક વધી 59276 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 206 અંક વધી 17670 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એનટીપીસી, પાવર ગ્રિડ કોર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈ, એચડીએફસી સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. એનટીપીસી 5.93 ટકા વધી 142.95 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રિડ કોર્પ 3.74 ટકા વધી 224.95 પર બંધ રહ્યો હતો. જોકે ટેક મહિન્દ્રા, સન ફાર્મા, ડો.રેડ્ડી લેબ્સ, ટાઈટન કંપની, ઈન્ફોસિસ સહિતના શેર ઘટીને બંધ રહ્યા હતા. ટેક મહિન્દ્રા 0.80 ટકા ઘટી 1487.35 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 0.72 ટકા ઘટી 908.25 પર બંધ રહ્યો હતો.