લઘુ ઉદ્યોગ: ઉનાળાની આકરી ગરમીમાં માટલાનો 5 કરોડનો વેપાર,120 દિવસમાં રોજના 2 હજારથી વધુ વેચાણ

0
3
ઉનાળાના ચાર મહિનામાં રોજના 2 હજારથી વધુ માટલાં ખપી જાય છે. આમ, ચાર મહિનામાં અંદાજિત રૂ. 5 કરોડનો વેપાર થાય છે
ઉનાળાના ચાર મહિનામાં રોજના 2 હજારથી વધુ માટલાં ખપી જાય છે. આમ, ચાર મહિનામાં અંદાજિત રૂ. 5 કરોડનો વેપાર થાય છે

45 ડિગ્રી તાપમાનમાં ઠંડા પાણી અને પીણાનો ઉપયોગ વધી જાય છે. ઘરે- ઘરે ફ્રીઝ હોવા છતાં ઉનાળો આવે એટલે નવા દેશી ફ્રીઝ ( માટલાં) ની ખરીદી કરોડ પતિથી લઇને મજૂરી કામ કરતા મજૂર કરે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, મોરબી, વાંકાનેર,થાન પંથક સહિતના શહેરોમાં દેશી ફ્રીઝ એટલે માટલાનો વેપાર થાય છે. એક અંદાજ મુજબ ઉનાળાના ચાર મહિનામાં રોજના 2 હજારથી વધુ માટલાં ખપી જાય છે. આમ, ચાર મહિનામાં અંદાજિત રૂ. 5 કરોડનો વેપાર થાય છે. ફ્રીઝની ઠંડકને અહીં બનતા માટલાની ઠંડક બરોબરની ટકકર આપે છે. જો કે પહેલા માત્ર પંરપરાગત પદ્ધતિથી ચાકડામાં જ માટલાં બનતા હતા પરંતુ હવે તો આમા પણ આધુનિકતાનો પ્રવેશ થઇ ચૂકયો છે.તેમ આ વ્યવસાય સાથે સંકળાયેલા લક્ષ્મણભાઈ પ્રજાપતિ જણાવે છે. વધુમાં તેના જણાવ્યાનુસાર હાલ આ ઉદ્યોગને માત્ર ગૃહ ઉદ્યોગનો જ દરજ્જો મળ્યો છે. જો તમામ પ્રકારની સહાય આપવામાં આવે, જરૂરી સુવિધા ઉભી કરવામાં આવે, ચોકકસ પ્રકારનો દરજ્જો આપવામાં આવે તો આ ઉદ્યોગની પણ આખા રાજ્યમાં એક ઓળખ બની શકે તેમ છે. જો કે પહેલાંના સમયની સરખામણીએ અત્યારની નવી પેઢીને આ વ્યવસાયમાં પૂરતી રોજી રોટી કે પોતાની ઓળખ મળતી નથી તેટલે તેઓ આ વ્યવસાયમાં જોડાતી નથી. ચાર મહિનામાં માત્ર માટલાં જ નહિ પરંતુ પાણીની બોટલ, કૂકર, બાઉલ, કૂડાં, બરણી વગેરે સહિતની ડિમાન્ડ રહે છે. આ ચાર મહિનામાં જે વેપાર થાય તે આખા વર્ષનો જ વેપાર ગણી શકાય. બાકીના 8 મહિનામાં તો છૂટક -છુટક વેપાર ચાલે છે.આ ઉદ્યોગ થકી અંદાજિત 5 હજારથી વધુ લોકોને રોજી -રોટી મળે છે. માટલાં બનાવવા માટે જે માટીનો વપરાશ થાય છે તે અમદાવાદ, થાન, રાજસ્થાન સહિતના શહેરોમાંથી આવે છે. જૂની પેઢી છે તે હજુ પંરપરાંગત રીતે ચાકડામાં માટલાં બનાવે છે. જ્યારે કેટલીક જગ્યાએ ટેકનોલોજી- મશીનનો વપરાશ થઇ રહ્યો છે. એક માટલાની કિંમત હજુ રૂ. 150 થી લઈને રૂ. 400 સુધી જોવા મળે છે. અહીં 1 લીટર, 5 લીટર, 18 લીટર સુધીના માટલાં બને છે. એકસપોર્ટ કરવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડે છે તેમ મનીષભાઇ વાડોલિયા જણાવે છે.