Saturday, March 7, 2026
HomeBusinessશેરબજાર: સેન્સેક્સ 360 અંક વધ્યો, નિફ્ટીએ 15800ની સપાટી વટાવી;

શેરબજાર: સેન્સેક્સ 360 અંક વધ્યો, નિફ્ટીએ 15800ની સપાટી વટાવી;

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતિમ દિવસે વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 360 અંક વધી 52844 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 104 અંક વધી 15826 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ઓટો, મારૂતિ સુઝુકી, HDFC બેન્ક, લાર્સન, TCS સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. બજાજ ઓટો 1.45 ટકા વધી 4234.45 પર કારોબાર કરી રહ્યો છે. મારૂતિ સુઝુકી 1.36 ટકા વધી 7672.45 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, નેસ્લે, HDFC લાઈફ, ટેક મહિન્દ્રા, JSW સ્ટીલ, વિપ્રો સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાઈટન કંપની 0.32 ટકા ઘટી 1750.85 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 0.25 ટકા ઘટી 1086.75 પર કારોબાર કરી રહ્યો છે.NSE પર પ્રોવિઝનલ ડેટા મુજબ, શુક્રવારે 2 જુલાઈએ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 982 કરોડ રૂપિયાના શેર વેચ્યાં હતા. એટલે કે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા હતા, તેનાથી વધુ રૂપિયાના શેર વેચ્યાં હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 930 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.એશિયાના મોટાભાગના શેરબજારોમાં મજબૂતાઈ છે. જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં લગભગ 0.50 ટકાની નબળાઈ છે. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ લગભગ 0.20 ટકા મજબૂત છે. હોંગકોંગના હેંગસેંગમાં લગભગ 0.3 ટકાનો ઘટાડો છે. કોરિયાના કોસ્પીમાં 0.40 ટકાની તેજી છે. ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરી લગભગ 0.1 ટકા ઉપર ચાલી રહ્યો છે.શુક્રવારે અમેરિકાના બજારમાં સારી મજબૂતી રહી હતી. ડાઉ જોન્સ 0.44 ટકા વધી બંધ થયો હતો. નેસ્ડેકમાં 0.81 ટકાનો વધારો થયો. S&P 500માં 0.75 ટકાની મજબૂતાઈ રહી. જોકે યુરોપીય બજારોમાં મિશ્ર કારોબાર રહ્યો. બ્રિટનના FTSEમાં 0.03 ટકા અને જર્મનીના DAXમાં 0.02 ટકાનો સામાન્ય ઘટાડો આવ્યો. CACમાં 0.30 ટકાની મજબૂતાઈ આવી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here