ભારતીય શેરબજારોમાં સપ્તાહના બીજા દિવસે ભારે વધારો જોવા મળી રહ્યો છે. બપોરે 12.11 વાગ્યે સેન્સેક્સ 837 અંક વધી 57242 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 243 અંક વધી 17085 પર કારોબાર કરી રહ્યો છે.સેન્સેક્સ પર HUL, બજાજ ફાઈનાન્સ, લાર્સન, નેસ્લે, ઈન્ફોસિસ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. HUL 2.56 ટકા વધી 2284.20 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 2.43 ટકા વધી 6954.35 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ, સિપ્લા, ONGC, BPCL સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સિપ્લા 2.76 ટકા ઘટી 928.50 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 1.52 ટકા ઘટી 1168.85 પર કારોબાર કરી રહ્યો છે.સેન્સેક્સ 1747 અંક ઘટી 56405 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 532 અંક ઘટી 16842 પર બંધ રહ્યો હતો. સપ્તાહના પ્રથમ દિવસે રોકાણકારોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. સોમવારે માર્કેટ કેપમાં 8.29 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે તે 263.47 લાખ કરોડ રૂપિયા હતી. જે ઘટીને 255.11 લાખ કરોડ રૂપિયા થઈ હતી. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, HDFC, SBI, ICICI બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 5.49 ટકા ઘટી 1185.90 પર બંધ રહ્યો હતો. HDFC 5.33 ટકા ઘટી 2297.25 પર બંધ રહ્યો હતો. જોકે TCS 1.05 ટકા વધી 3734.25 પર બંધ રહ્યો હતો.