Wednesday, January 15, 2025
HomeBusinessશેરબજાર: સેન્સેક્સ 53777 થી 52222 વચ્ચે જોવાશે જ્યારે નિફટી ૧૬૧૧૧ થી ૧૫૬૬૬...

શેરબજાર: સેન્સેક્સ 53777 થી 52222 વચ્ચે જોવાશે જ્યારે નિફટી ૧૬૧૧૧ થી ૧૫૬૬૬ વચ્ચે જોવાશે

Date:

spot_img

Related stories

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...
spot_img

કોરોના સંક્રમણમાં ભારતમાં બીજી લહેર બાદ ફરી ત્રીજી લહેર દેખા દેવા લાગતાં અને વિશ્વભરમાં પણ વિવિધ દેશોમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા હોઈ એક તરફ ચિંતા સામે બીજી તરફ ચોમાસાની દેશમાં સારી પ્રગતિ અને કોર્પોરેટ ઈન્ડિયાના એકંદર અપેક્ષાથી સારા આવી રહેલા જૂન ૨૦૨૧ના અંતના પરિણામોના કારણે ફંડો ભારતીય શેર બજારોમાં ખરીદદાર બની રહ્યા છે. ફોરેન પોર્ટફોલિયોે ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વેચવાલીના આંકડા સામે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં થઈ રહેલી અવિરત ખરીદીએ સપ્તાહના અંતે સેન્સેક્સ, નિફટીમાં ઝડપી ઉછાળો નોંધાયો છે. કોરોનાના પરિબળની સાથે હાલ ફુગાવો-મોંઘવારીનું પરિબળ પણ નેગેટીવ બની રહ્યું છે. ક્રુડ ઓઈલના ભાવ ફરી ઝડપી વધી રહ્યા હોવા સાથે પેટ્રોલ, ડિઝલના સતત ઊંચા નવી વિક્રમી ઊંચાઈએ પ્રવર્તતા ભાવોથી મોંઘવારીમાં થઈ રહેલા સતત વધારા અને વધતી જતી  બેરોજગારીની સમસ્યાને ધ્યાનમાં લેતાં  આગામી દિવસો અત્યંત પડકારરૂપ નીવડવાની શકયતાએ બજારનું સેન્ટીમેન્ટ ખરડાઈ શકે છે. હાલ અન્ય ઘણા ઉદ્યોગ-ધંધા ઠપ્પ જેવી હાલતમાં  હોઈ  આ  વેપાર-ઉદ્યોગના સાહસિકો પોતાની મૂડી શેર બજારોમાં મોટાપાયે દાવ પર લગાવી રહ્યા હોઈ સ્થાનિક રોકાણકારોના મૂડી રોકાણના ધસારાએ અઢળક પ્રવાહિતાની સ્થિતિએ શેરોમાં તેજીનું બેફામ તોફાન જોવાઈ રહ્યું છે. પરંતુ  ફંડામેન્ટલથી આગળ નીકળી જઈને શેરોમાં જોવાઈ રહેલી હાલની તેજી અત્યંત જોખમી બની શકે છે. જેથી રોકાણકારોએ શેરોમાં દરેક ઉછાળે નફો ઘરભેગો કરતાં રહેવું  હિતાવહ રહેશે. કેમ કે તેજીનો જ્યારે ઉથલો કરાવવામાં આવશે એટલે કે તેજીનો અંત લાવવામાં આવશે ત્યારે અનેક કંપનીઓના શેરો વેચવાનું  મુશ્કેલ બનતું જોવાશે અને ઓછા વોલ્યુમે શેરોના ભાવો તૂટતાં જોવાશે. જેથી સાવચેતી રાખવી અત્યંત જરૂરી રહેશે. લાવલાવમાં તણાઈ નહીં જવું. આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૫૩૭૭૭ થી ૫૨૨૨૨ વચ્ચે અને નિફટી ૧૬૧૧૧ થી ૧૫૬૬૬ વચ્ચે અથડાતા જોવાઈ શકે છે. બીએસઈ(૫૦૦૧૨૫), એનએસઈ લિસ્ટેડ, રૂ.૧ પેઈડ-અપ, રૂ.૩૬૯ અબજના મુરૂગપ્પા ગુ્રપની સુગર, ન્યુટ્રાસ્યુટિકલ્સના બિઝનેસમાં સક્રિય અગ્રણી લિસ્ટેડ કંપની ઈ.આઈ.ડી. પેરી(ઈન્ડિયા) લિમિટેડ ભારતમાં અગ્રણી સુગર મેન્યુફેકચરર્સ પૈકી એક છે. વર્ષ ૧૭૮૮માં સ્થાપીત ૨૨૫થી વધુ વર્ષોથી અસ્તિત્વ ધરાવતી અને પેરી તરીકે પ્રચલિત કંપનીએ વર્ષ ૧૮૪૨માં નેલ્લિકુપ્પમ ખાતે પ્રથમ સુગર પ્લાન્ટ સ્થાપ્યા બાદ કંપની તેના દરેક બિઝનેસોમાં સતત અગ્રેસર બની નવા માર્ગ કંડારી રહી છે. કંપની ભારતમાં વર્ષ ૧૮૪૨માં સુગરનું મેન્યુફેકચરીંગ કરનાર પ્રથમ કંપની હોવા સાથે વિશ્વમાં પણ પ્રથમ સુગર મેન્યુફેકચરરો પૈકી એક છે. આ સાથે કંપની ભારતમાં કેટલાક જૂજ સુગર મેન્યુફેકચરરો પૈકી એક છે, જે આર એન્ડ ડી વિંગ અને શેરડીના બ્રિડીંગનો પ્રોગ્રામ ધરાવતી કંપની છે. કંપનીની પેરીઝ પ્યોર ભારતમાં સુપર બ્રાન્ડનો દરજ્જો ધરાવતી એકમાત્ર સુગર બ્રાન્ડ છે. આ સાથે વર્ષ ૧૯૫૩માં ભારતમાં ફર્ટિલાઈઝર ઉદ્યોગને પ્રોત્સાહન આપનાર પ્રથમ કંપનીઓ પૈકી એક છે. કંપની અત્યારે પેરીની લિસ્ટેડ સબસીડિયરી કોરોમંડલ ઈન્ટરનેશનલ લિ. ધરાવે છે, જે ભારતમાં અગ્રણી ફર્ટિલાઈઝર કંપનીઓ પૈકી એક છે. કંપનીએ વર્ષ ૨૦૦૯માં શિવગંગામાં શરૂ કરેલી સંપૂર્ણ ઓટોમેટેડ સ્ટેન્ડએલોન ડિસ્ટીલરી એ ઝીરો એમીશન, ઝીરો એફ્લ્યુઅન્ટ અને સ્વવપરાશી વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતી આ પ્રકારની પ્રથમ કંપની છે. ન્યુટ્રાસ્યુટિકલ્સમાં ઈઆઈડી પેરી સ્પિરૂલીના અને નેચલર બીટા કેરોટેનોઈડ્સ સાથેનીમાઈક્રો અલગેઈ ટેકનોલોજીમાં વિશ્વમાં અગ્રણી છે. કંપની ૨૫૦૦થી વધુ કર્મચારીઓ, એક લાખથી વધુ ખેડૂત પાર્ટનરો ધરાવે છે. સુગર, ડિસ્ટીલરી, ન્યુટ્રાસ્યુટિકલ્સ સહિતમાં કંપની ૧૨ પ્લાન્ટ ધરાવે છે. 

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here