સુવિધાઓથી વંચિત સમુદાયોનો ટકાઉ રીતે સર્વાંગી વિકાસ કરવાના તેના સીએસઆર વિઝનના ભાગરૂપે ભારતની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ્સ કંપની સન ફાર્માએ સ્વૈચ્છિક સંસ્થા ઉદ્યોગવર્ધિની શિક્ષણ સંસ્થા સાથેના સહયોગમાં આજે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. આ પહેલનો ઉદ્દેશ ઓછી આવક ધરાવતા સમૂહોની મહિલાઓને નાના એકમો સ્થાપવા માટે જરૂરી કુશળતા, જ્ઞાન અને સંસાધનોથી સજ્જ કરીને તેમને સશક્ત બનાવવાનો છે.પાઇલોટ પ્રોજેક્ટનો ઉદ્દેશ વડોદરામાં 100 મહિલાઓને સશક્ત બનાવવાનો છે. તેમાં છ સપ્તાહના વ્યાપક તાલીમ કાર્યક્રમનો સમાવેશ થાય છે જેમાં ક્લાસરૂમ સેશન્સ, ઇન્ડસ્ટ્રી વિઝિટ્સ અને પ્રત્યક્ષ ફિલ્ડ અનુભવ સમાવિષ્ટ છે. આ પ્રોગ્રામ થકી મહત્વાકાંક્ષી મહિલા ઉદ્યોગસાહસિકો વ્યાપારી માનસિકતા કેળવવા, માર્કેટ સર્વે કરવા, બિઝનેસ પ્લાન બનાવવા અને બજાર તથા નાણાંકીય બાબતોના મહત્વના જોડાણની એક્સેસ જેવી બાબતો શીખશે. ઉદ્યોગ નિષ્ણાંતો સહભાગીઓને માર્ગદર્શન પૂરું પાડશે અને તેમને ટકાઉ વ્યાપારી એકમ આત્મવિશ્વાસથી ઊભું કરવા માટે મદદ કરશે.આ લોન્ચ અંગે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના હેડ એવીપી શ્રી ચંદ્રશેખર ગૌડાએ જણાવ્યું હતું કે સન ફાર્મા ખાતે અમારું માનવું છે કે વ્યાપાર અને જવાબદારી બંને સાથે ચાલે છે. ઓછી આવક ધરાવતી મહિલાઓમાં રોકાણ કરીને અને તેમને ટેકો આપીને અમારો ઉદ્દેશ મહિલાઓ માટે આજીવિકાની તકો ઊભી કરવા અને સ્થિતિસ્થાપક સમુદાયો ઊભા કરવામાં મદદ કરવાનો છે. આ પાઇલટ પ્રોજેક્ટ છે અને અમે આ પહેલના પરિણામોના આધારે તેને આગળ લઈ જવામાં આવશે.આ પ્રોગ્રામ ગારમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ એપરલ મેકિંગ, ફૂડ પ્રોસેસિંગ અને ફૂડ તથા પાર્સલ ડિલિવરી સર્વિસીઝ જેવા ટેક્નિકલ ટ્રેડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત તેનો ઉદ્દેશ તાલીમ પછી એક વર્ષ માટે પ્રત્યક્ષ મદદ પૂરી પાડીને સહભાગીઓ માટે સહાયક ઇકોસિસ્ટમ ઊભી કરવાનો છે જેનાથી તેમના વ્યાપારી એકમની સફળ સ્થાપના અને વિકાસ સુનિશ્ચિત થઈ શકે.ઉદ્યોગસાહસિકતા તાલીમમાં નિપુણતા ધરાવતી અગ્રણી સંસ્થા ઉદ્યોગવર્ધિની શિક્ષણ સંસ્થા સાથે ભાગીદારી કરીને સન ફાર્મા નવીનતમ તથા અસરકારક કાર્યક્રમો થકી લાંબા ગાળે સામાજિક પ્રભાવ લાવવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.