Monday, August 31, 2026
HomeGujaratરાજ્યમાં આજે ફરી સાયરન વાગશે : સાંજના 5થી 8 સુધી સિવિલ ડિફેન્સની...

રાજ્યમાં આજે ફરી સાયરન વાગશે : સાંજના 5થી 8 સુધી સિવિલ ડિફેન્સની “ઓપરેશન શીલ્ડ” મોકડ્રિલ

Date:

Related stories

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને...

https://www.instagram.com/sachi_entertainment?igsi=MThxZWJ1dDR5bGw3bA== https://www.instagram.com/monalgajjarfilms?igsi=MWx6ZzZzOXVvbGh5dw== ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે મોટો ધમાકો થવા જઈ રહ્યો છે....

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારતે 7 મેના રોજ પાકિસ્તાનના આતંકી અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી. એરસ્ટ્રાઇકના જ દિવસે રાજ્યના 18 જિલ્લામાં મોકડ્રિલ-બ્લેકઆઉટ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ આજે (31 મે, 2025) 24 દિવસ બાદ ફરી સિવિલ ડિફેન્સ દ્વારા રાજ્યના સરહદી વિસ્તાર સહિત 18 જેટલા જિલ્લામાં સિવિલ ડિફેન્સ દ્વારા ‘ઓપરેશન શીલ્ડ’ અંતર્ગત મોકડ્રિલ અને બ્લેકઆઉટ કરાશે.રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે સાંજના 5થી 8 વાગ્યા દરમિયાન અલગ અલગ સમયે સાયરન વગાડી મોકડ્રિલ-બ્લેકઆઉટ કરવામાં આવશે. એમાં પણ જે સ્થળે મોકડ્રિલ યોજાશે એની આસપાસના વિસ્તારોમાં જ બ્લેકઆઉટ કરાશે. ઉલ્લેખનીય છે કે 29મીના યોજાનારી મોકડ્રિલ મોકૂફ રાખી હતી અને એ હવે આજે, એટલે 31મીએ યોજાશે.બનાસકાંઠા જિલ્લામાં સાંજે 5 વાગ્યે સરહદી વિસ્તાર નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરાશે તથા વાવ-સુઈગામ તાલુકાનાં તમામ ગામડાંમાં સાંજે 7.45 કલાકથી 8.15 કલાક સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ કરાશે. આ મોકડ્રિલમાં યુદ્ધ સહિત કોઈપણ કુદરતી ગંભીર આપત્તિ વ્યવસ્થાપન સમયે ઇજાગ્રસ્ત અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવી જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. વાવ સુઈગામનાં તમામ ગામડાંમાં સાયરન વગાડીને બ્લેકઆઉટ કરાશે. આ બ્લેકઆઉટ દરમિયાન સ્ટ્રીટલાઈટ, હોર્ડિંગ અને દુકાનો તથા પોતાના ઘરમાં એનું સંપૂર્ણ પાલન થાય એ માટે ખાસ સૂચન કર્યું છે.પાટણ જિલ્લામાં સિવિલ ડિફેન્સ અંતર્ગત “ઓપરેશન શીલ્ડ” સિવિલ ડિફેન્સ એક્સર્સાઇઝ યોજવાની છે. જિલ્લામાં BPCL ટર્મિનલ, સિદ્ધપુર, IOCL ટર્મિનલ, સિદ્ધપુર, GIDC સિદ્ધપુર, સિદ્ધપુર નગરપાલિકા, પાટણ નગરપાલિકા, ચાણસ્મા નગરપાલિકા, હારીજ નગરપાલિકા, રાધનપુર નગરપાલિકા, IOCL પાઇપલાઇન યુનિટ, રાધનપુર, HPCL પંપિંગ સ્ટેશન, સાંતલપુર અને બોર્ડર પરનાં આઠ ગામ એમ કુલ 18 લોકેશન પર સાંજે પાંચ વાગે સિવિલ ડિફેન્સ એક્સર્સાઇઝ યોજાશે. રાતના 8થી 8.30 કલાક દરમિયાન સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવશે.

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને...

https://www.instagram.com/sachi_entertainment?igsi=MThxZWJ1dDR5bGw3bA== https://www.instagram.com/monalgajjarfilms?igsi=MWx6ZzZzOXVvbGh5dw== ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે મોટો ધમાકો થવા જઈ રહ્યો છે....

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here