સુરતની કુલ 120 બેઠકો માટે 484 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઈ રહ્યો છે. સુરતમાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ છે
સુરત: ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. સવારે 9 વાગે અમદાવાદ , વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં શરૂ થઈ. સુરતની કુલ 120 બેઠકો માટે 484 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઈ રહ્યો છે. સુરતમાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ છે પરંતુ સૌથી વધુ ચોંકાવનારું પ્રદર્શન અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP નું જોવા મળી રહ્યું છે. જેનું કોંગ્રેસ કરતા પણ સારું પ્રદર્શન છે.સુરત મહાનગર પાલિકાની કુલ 120 બેઠકોમાં અત્યાર સુધીમાં જે વલણ જોવા મળી રહ્યા છે તેમાં 25 બેઠકો પર ભાજપ, આમ આદમી પાર્ટી 18 અને કોંગ્રેસ 5 બેઠકો પર અત્યારે આગળ છે.