મુંબઈ : દિગ્ગજ ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ સુરેખા સિક્રીનું કાર્ડિયક અરેસ્ટને કારણે 75 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેમણે ટીવી સિરિયલ ‘બાલિકાવધૂ’માં દાદીસાનો રોલ પ્લે કર્યો હતો. ‘બધાઈ હો’ પછી તેમની પાસે કોઈ મોટો પ્રોજેક્ટ નહોતો. ગયા વર્ષે તેમણે મહારાષ્ટ્ર સરકારને 65 વર્ષથી વધુ ઉંમરના કલાકારોને શૂટિંગ કરવાની પરવાનગી આપવાની માગણી કરી હતી.સુરેખાને 2018માં મહાબળેશ્વરના એક ટીવી શોના શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તેઓ પડી ગયાં હતાં અને માથામાં ઈજા થઈ હતી. એ સમયે ચર્ચા હતી કે તેમને પેરાલિસિસ થઈ ગયો હતો, જોકે પછી તેઓ ઠીક થઈ ગયાં હતાં.2020માં 8 સપ્ટેમ્બરના રોજ બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને પછી તેમને ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. ‘બધાઈ હો’માં તેમના કો-સ્ટાર્સ રહી ચૂકેલા ગજરાજ રાવ તથા ડિરેક્ટર અમિત શર્મા મદદ માટે આગળ આવ્યા હતા.2020માં સુરેખાની નર્સે સૌ પહેલા આ વાતની માહિતી શૅર કરી હતી કે સવારે 11 વાગ્યાની આસપાસ સ્ટ્રોક આવ્યો હતો. એ સમયે સુરેખા જ્યૂસ પીતાં હતાં. કેટલાક રિપોર્ટ્સ એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે નર્સ પાસે સારવારના પૂરતા પૈસા નહોતા. જોકે પછી તેમનો પરિવાર આવી ગયો હતો અને સારવારના પૈસા આપ્યા હતા.ગયા વર્ષે સુરેખાએ મુશ્કેલ સમયમાં કહ્યું હતું, ‘લોકોએ મને આર્થિક રીતે મદદ કરવાનો પ્રયાસ કર્યો અને એ માટે આભારી છું. જોકે મેં કોઈ પાસેથી આર્થિક મદદ લીધી નહોતી. મને કામ આપો અને હું સન્માનથી પૈસા કમાવવા માગું છું.’
સુરેખા સિક્રીનું 75 વર્ષની ઉંમરે કાર્ડિયક અરેસ્ટને કારણે અવસાન, ‘બાલિકાવધૂ’માં દાદીસાના રોલથી લોકપ્રિય હતાં
Date: