Monday, January 13, 2025
Homenationalકોરોનાના નવા વેરિયન્ટ JN.1ના કેસમાં ઊછાળો, ગોવા-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં 69 દર્દી...

કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના કેસમાં ઊછાળો, ગોવા-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં 69 દર્દી નોંધાયા

Date:

spot_img

Related stories

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...

દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI પર મુંબઈ પોલીસનું...

ક્રિકેટની દુનિયામાં BCCI સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તેની...

પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યામાં ઉત્સવ: રામલલાનો પંચામૃત...

રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ...

HMPV નો વધુ એક કેસ, આસામમાં 10 મહિનાનું બાળક...

ભારતમાં એચએમપીવી વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હવે...

નારી સ્વાભિમાન આંદોલન’ના અંતગર્ત ધરણાં : અમરેલી બંધના એલાનને...

અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા...
spot_img

નવી દિલ્હી : દેશમાં એકતરફ થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે, તો બીજીતરફ કોરોના વાયરસના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.1નો પગપેસારો થઈ ગયો છે, જેના કારણે કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારો પણ ચિંતિત બની ગઈ છે. નવા વેરિયન્ટના રોજબરોજ કેસો વધી રહ્યા છે, સોમવારે પણ વધુ 69 કેસો સામે આવ્યા છે. જ્યારે રવિવારે 63 કેસો નોંધાયા હતા. મોટાભાગના સંક્રમિત દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી ત્રણ લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કુલ સકારાત્મક કેસોની સંખ્યા વધીને 4170 પર પહોંચી છે. સૌથી વધુ કર્ણાટકમાં 34 કેસ, મહારાષ્ટ્રમાં 9, ગોવમાં 14, કેરળમાં 6, તમિલનાડુમાં 4 અને તેલંગણામાં 2 કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 293 દર્દીઓ સાજા થયા છે. મળતી માહિતી મુજબ દેશમાં કોવિડના સબ વેરિયન્ટ જેએન.1ના કુલ 66 દર્દીઓ છે. નવા સબ વેરિયન્ટના સૌથી વધુ કેસો ગોવામાં સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને તેલંગણામાં પણ કેસો નોંધાયા છે. દેશમાં સતત કોરોના કેસો વધી રહ્યા છે. જોકે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના પૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ.સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, હાલ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ ચિંતાનો વિષય નથી. તેમણે કહ્યું કે, લોકો ખુલ્લા વાતાવરણમાં રહે અને માસ્ક વગર નાદુસ્ત લોકોને મળવાનું ટાળે. દેશમાં JN.1 સબ-વેરિયન્ટનો પ્રથમ કેસ ઓગસ્ટમાં સામે આવ્યો હતો. નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron)નો સબ-વેરિયન્ટ BA.2.86માંથી ઉદભવ્યો છે. 2022ની શરૂઆતમાં કોરોના કેસોમાં વધારો થવાનું મુખ્યકારણ BA.2.86 જ હતો. BA.2.86 વધુ ફેલાયો ન હતો, પરંતુ તેને નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી હતી, કારણ કે, BA.2.86માં સ્પાઈક પ્રોટીન પર વધારાના પરિવર્તનો થયા હતા અને તેની જેમ JN.1ના સ્પાઈક પ્રોટીનમાં પણ એક વધારાનું પરિવર્તન થયું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, વિશ્વસ્તરે કેસોમાં વધારો થાય બાદ સામે આવ્યું છે કે, JN.1 ઓમિક્રોનું સબ-વેરિયન્ટ છે, જે મજબૂત ઈમ્યૂનિટી ધરાવતા લોકોને પણ સરળતાથી સંક્રમિત કરી શકે છે. યૂએસ સેન્ટર ફૉર ડિજીજ કંટ્રોલ (CDC)એ નવા વેરિયન્ટને ઝડપી ફેલાતો હોવાનો ખુલાસો કર્યો છે.

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...

દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI પર મુંબઈ પોલીસનું...

ક્રિકેટની દુનિયામાં BCCI સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તેની...

પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યામાં ઉત્સવ: રામલલાનો પંચામૃત...

રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ...

HMPV નો વધુ એક કેસ, આસામમાં 10 મહિનાનું બાળક...

ભારતમાં એચએમપીવી વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હવે...

નારી સ્વાભિમાન આંદોલન’ના અંતગર્ત ધરણાં : અમરેલી બંધના એલાનને...

અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here