
ટીવીની દુનિયામાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે, જેણે ક્રિકેટ જગતમાં પણ હલચલ મચાવી દીધી છે. ટીવી એક્ટ્રેસ ખુશી મુખર્જીએ ભારતીય ક્રિકેટ ટીમના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને લઈને એક ખુલાસો કર્યો છે. ખુશીએ સૂર્યકુમાર યાદવ પર વારંવાર મેસેજ કરવાનો આરોપ લગાવ્યો છે. ખુશીનું કહેવું છે કે સૂર્યકુમાર યાદવ તેને અવારનવાર મેસેજ કરતો હતો, પરંતુ હવે તે તેની સાથે વાત નથી કરતી. પોતાની ડ્રેસિંગ સ્ટાઇલના કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહેતી ખુશીનું કહેવું છે કે ઘણા ક્રિકેટરો તેની પાછળ પડ્યા હતા અને તેનું નામ અવારનવાર જાણીતી હસ્તીઓ સાથે જોડવામાં આવે છે.
‘સૂર્યકુમાર મને બહુ મેસેજ કરતો હતો…’ એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા ખુશીએ કહ્યું- ઘણા ક્રિકેટરો મને ફોલો કરતા હતા. જોકે, સૂર્યકુમાર યાદવ મને અવારનવાર મેસેજ કરતો હતો, પરંતુ હવે અમે વધારે વાત નથી કરતા. મને મારું નામ કોઈની સાથે જોડાવું પસંદ નથી અને ન તો કોઈની સાથે લિંકઅપ પસંદ છે, તેથી ખરેખર કોઈ લિંકઅપ નથી. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આ મામલો છવાયેલો છે.હવે સૌની નજર આ વાત પર ટકેલી છે કે આ સમગ્ર મામલા પર સૂર્યકુમાર યાદવ કે અન્ય કોઈ ક્રિકેટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવે છે કે નહીં. હાલ પૂરતું, એટલું નિશ્ચિત છે કે ખુશી મુખર્જી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે અને તેનું નામ એન્ટરટેઈનમેન્ટની સાથે-સાથે ક્રિકેટ જગતમાં પણ ગુંજવા લાગ્યું છે.કોલકાતામાં જન્મેલી ખુશી 29 વર્ષની છે અને છેલ્લા ઘણા વર્ષોથી ટીવી ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. તેણે પોતાના કરિયરની શરૂઆત 2013માં તમિલ ફિલ્મ’અંજલિ થુરઈ’થી કરી હતી. તેણે તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેને અસલી ઓળખ ભારતીય ટેલિવિઝન અને રિયાલિટી શોમાંથી મળી છે. MTVના ‘સ્પ્લિટ્સવિલા 10’ અને ‘લવ સ્કૂલ 3’માં ભાગ લીધા બાદ તે ઘણી લોકપ્રિય મળી હતી. ઈન્ટરનેટ પર પોતાના એક્સપ્લિસિટ આઉટફિટ્સને લઈને જાણીતી ખુશીના આ દાવા બાદ દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે.


