
સુઝલોને જિંદાલ રિન્યુએબલ્સની પેટાકંપની જિંદાલ ગ્રીન વિન્ડ 1 પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 204.75 મેગાવોટનો ત્રીજો ઓર્ડર મેળવ્યો છે, જેણે ભારતમાં નીચી CO₂ સ્ટીલ ક્રાંતિને વધુ વેગ આપ્યો છે. આ ભાગીદારી હવે 907.20 મેગાવોટની સંચિત ક્ષમતા સાથે સુઝલોનનો સૌથી મોટો વાણિજ્યિક અને ઔદ્યોગિક (C&I) ઓર્ડર પણ છે. અગાઉ સુઝલોને છત્તીસગઢ અને ઓડિશામાં જિંદાલ સ્ટીલના પ્લાન્ટને પાવર આપવા માટે બે ઓર્ડર મેળવ્યા હતા, જેમાં 702.45 મેગાવોટની વિન્ડ એનર્જીનો ઉમેરો કરવામાં આવ્યો છે. હાલમાં સુઝલોનની કુલ ઓર્ડર બુકમાં C&I ગ્રાહકોનો હિસ્સો 59 ટકા છે, જે હવે રેકોર્ડ 5.9 ગીગાવોટ સુધી પહોંચી ગયો છે – જે કંપનીના ઇતિહાસમાં સૌથી વધુ છે.આ નવા ઓર્ડર અંતર્ગત સુઝલોન હાઇબ્રિડ લેટીસ ટાવર્સ (એચએલટી) સાથે 65 અત્યાધુનિક એસ144 વિન્ડ ટર્બાઇન જનરેટર્સ (ડબલ્યુટીજી) સપ્લાય કરશે, જે દરેકની રેટેડ ક્ષમતા 3.15 મેગાવોટની ક્ષમતા છે.આ ઉત્પાદિત ઊર્જાનો ઉપયોગ છત્તીસગઢ અને ઓડિશા સ્થિત સ્ટીલ પ્લાન્ટમાં કેપ્ટિવ વપરાશ માટે કરવામાં આવશે, જેથી તેમની કામગીરીની સ્થિરતામાં વધારો થશે જે ભારતનાં હરિત ઉર્જા તરફ આગળ વધવાના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.સુઝલોન ગ્રુપના વાઇસ ચેરમેન ગિરીશ તંતીએ જણાવ્યું હતું કે, “જિંદાલ રિન્યુએબલ્સ જેવી વિઝનરી સંસ્થા સાથેની અમારી મજબૂત ભાગીદારી દ્વારા ભારતના સ્ટીલ ડિકાર્બનાઇઝેશનને આગળ ધપાવીને અમે ગર્વની લાગણી અનુભવી રહ્યાં છીએ. કર્ણાટકમાં અમારી શરૂઆતની સફળતાઓને ધ્યાનમાં રાખીને હવે અમે નીચા CO₂ સ્ટીલ અભિયાનને તામિલનાડુ સુધી વિસ્તારી રહ્યા છીએ, જે પવન ઊર્જા ક્ષેત્રે અગ્રણી છે. અમે સંયુક્તપણે ભારતમાં સ્થાયી ઔદ્યોગિક વૃદ્ધિના ભવિષ્યને પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યા છીએ.”જિંદાલ રિન્યુએબલ્સના પ્રેસિડેન્ટ ભરત સક્સેનાએ જણાવ્યું હતું કે, “જિંદાલ રિન્યુએબલ્સ ખાતે અમે ભારતના સ્ટીલ ઉદ્યોગમાં ડિકાર્બનાઇઝેશન ચળવળનું નેતૃત્વ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. સુઝલોન સાથેનો આ ત્રીજો ઓર્ડર સાતત્યપૂર્ણ પદ્ધતિઓ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને સૌથી મોટા ડિ-કાર્બનાઇઝેશન સોલ્યુશન પ્રદાતા બનવાની અમારા વિઝનનું પ્રતિબિંબ છે.”સુઝલોન ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જે.પી.ચલસાનીએ જણાવ્યું હતું કે, “રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં દાયકાઓની કુશળતા ધરાવતી સુઝલોન, સ્ટીલ અને ભારે ઉદ્યોગો કે જેમાં કાર્બન ઘટાડવો મુશ્કેલ છે તેવા હાર્ડ-ટુ-એબેટ ક્ષેત્રોમાં ડિકાર્બનાઇઝેશનને આગળ વધારવા માટે અનન્ય રીતે સ્થિત છે. જેમ જેમ ઔદ્યોગિક વિકાસ ઝડપી બનતો જાય છે તેમ તેમ સાતત્યપૂર્ણ ઊર્જા ઉકેલોની જરૂરિયાતો સતત વધી રહી છે. સુઝલોન પવન ઊર્જાના નવીન ઉકેલો આપવા માટે પ્રતિબદ્ધ છે, જે ઉદ્યોગોને લાંબા ગાળાની ઊર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવાની સાથે સાથે તેમના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં મદદ કરે છે.”