
ભારતની અગ્રણી રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઈડર સુઝલોન ગ્રૂપે ભારતના પવન ઉર્જા ક્ષેત્રે તેનું વર્ચસ્વ જાળવી રાખતાં ઓયસ્ટર રિન્યુએબલ પાસેથી ફરી પાછો 201.6 મેગાવોટનો ઓર્ડર મેળવ્યો છે. આ સાથે સુઝલોનની ઓયસ્ટર રિન્યુએબલ સાથેની ભાગીદારી માત્ર નવ માસમાં મધ્યપ્રદેશમાં 283.5 મેગાવોટે પહોંચી છે. જે ભારતના ક્લિન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવામાં સુઝલોનની ભૂમિકા દર્શાવતાં મધ્યપ્રદેશના રિન્યુએબલ એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે. આ ઓર્ડર કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ (C&I) ગ્રાહકોમાં પવન ઉર્જા ઉકેલોની વધતી માંગને પણ પ્રકાશિત કરે છે, જે હવે સુઝલોનની કુલ ઓર્ડર બુકમાં 59% હિસ્સો ધરાવે છે.આ ઓર્ડર મધ્યપ્રદેશમાં લાગુ કરાશે. કરારના ભાગરૂપે સુઝલોન પ્રત્યેકની 3.15 મેગાવોટની રેટિંગ ક્ષમતા ધરાવતા હાઈબ્રિડ લેટિસ ટાવર્સ (HLT) સાથે 64 અત્યાધુનિક S144 વિન્ડ ટર્બાઇન જનરેટર્સ (WTGs) સપ્લાય કરશે.સુઝલોન ગ્રૂપના વાઈસ ચેરમેન ગિરીશ તંતીએ જણાવ્યું હતું કે, “કમિશનિંગ માટે અમારી સાથે કામ કર્યા બાદ ઓયસ્ટરે હવે પોતાનો સંપૂર્ણ EPC ઓર્ડર આપી સુઝલોન પર વિશ્વાસ મૂક્યો છે, જે પ્રિફર્ડ રિન્યુએબલ એનર્જી પાર્ટનર તરીકેની અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. અમારા એન્ડ-ટુ-એન્ડ કૌશલ્યના લીધે જમીન સંપાદન અને સીમલેસ પ્રોજેક્ટ અમલીકરણથી માંડી વિશ્વ-સ્તરની O&M સેવાઓ માટે વધુને વધુ ગ્રાહકો અમને પસંદ કરી રહ્યાં છે. જે મહત્તમ વીજ ઉત્પાદન અને ટર્બાઈનના આયુષ્યમાં વધારો કરે છે. સુઝલોન ખાતે, અમે માત્ર પ્રોજેક્ટ્સ જ સ્થાપિત કરતાં નથી, પરંતુ અમે સ્વચ્છ, હરિયાળા ભવિષ્ય માટે લાંબા ગાળાના મૂલ્યનું નિર્માણ કરી રહ્યા છીએ.”સુઝલોન ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર જેપી ચાલસાણીએ જણાવ્યું હતું કે, “મધ્યપ્રદેશ પવન ઉર્જા માટે મુખ્ય હબ બની ગયું છે અને રાજ્યની રિન્યુએબલ યાત્રામાં અમારા યોગદાન બદલ ગર્વ અનુભવીએ છીએ. આ વર્ષનો અમારો પાંચમો ઓર્ડર રિપીટ થયો છે. જે સુઝલોનનું ગ્રાહક કેન્દ્રિતતા પર ફોકસ દર્શાવે છે, જે અમને સતત વિકાસ કરવામાં મદદ કરે છે. તે ઈનોવેશન અને વિશ્વસનીય પવન ઉર્જા ઉકેલો સાથે ટકાઉ ભવિષ્યને વેગ આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે.ઓયસ્ટર રિન્યુએબલના મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ ભાટિયાએ જણાવ્યું હતું કે, “અમારી અગાઉની સફળ ભાગીદારીના કારણે અમે ભારતમાં રિન્યુએબલ એનર્જી માટે સામૂહિક વિઝનને આગળ ધપાવવા સુઝલોન સાથે ફરી એકવાર જોડાણ કરવા આતુર છીએ. જે અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી આ પ્રોજેક્ટ 24 કલાક ઉર્જા પહોંચાડવાના અમારા વિઝનમાં નોંધનીય પગલું છે. અમારો ઉદ્દેશ ભારતના 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાના લક્ષ્યાંકમાં નોંધનીય યોગદાન આપવા માટે આગળ પણ આ પ્રકારની ભાગીદારી કરવાનો છે. તેની રિન્યુએબલ એનર્જી ક્ષમતાના આધારે ઓયસ્ટર રિન્યુએબલ એનર્જી ખર્ચ- અસરકારક રિન્યુએબલ એનર્જી પાવર માટે ઉકેલો પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.”