Wednesday, March 11, 2026
HomeAhmedabadSwami Vivekanand Jayanti 2022: આજે પણ પ્રેરણાદાયી છે સ્વામી વિવેકાનંદના આ 9...

Swami Vivekanand Jayanti 2022: આજે પણ પ્રેરણાદાયી છે સ્વામી વિવેકાનંદના આ 9 અમૂલ્ય વિચારો

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

Swami Vivekanand Jayanti 2022: સ્વામી વિવેકાનંદની જયંતિ આજે આખા દેશમાં ઉજવવામાં આવી રહી છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો હતો. 12 જાન્યુઆરીનો દિવસ ‘રાષ્ટ્રીય યુવા દિવસ’તરીકે ઉજવાય છે. સ્વામી વિવેકાનંદને આધ્યાત્મિક ગુરુનો દરજ્જો પ્રાપ્ત છે. ગુરુ રામકૃષ્ણ પરમહંસે તેમનું નામ સ્વામી વિવેકાનંદ રાખ્યું હતું. તેઓ રામકૃષ્ણ પરમહંસથી અત્યંત પ્રભાવિત હતા. સ્વામી વિવેકાનંદે વિશ્વને આધ્યાત્મનો પાઠ ભણાવ્યો છે, જે આજે પણ આપણું માર્ગદર્શન કરે છે. તેમના અમૂલ્ય વિચારો યુવાનોને ઉજળું ભવિષ્ય બનાવવા માટે પ્રેરિત કરતા રહે છે. આજે પણ તેમના વિચારોને લોકો આત્મસાત કરીને સફળતાના નવા શિખરો સર કરે છે. આજે સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિત્તે જાણીએ તેમના 9 અમૂલ્ય વિચારો વિશે.

1. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે સંભવની મર્યાદા જાણવાનો એક માત્ર ઉપાય છે, તમે અસંભવથી પણ આગળ નીકળી જાઓ.

2. વિવેકાનંદે લોકોને પોતાના વિચારોમાં શુદ્ધતા લાવવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે એ ન ભૂલો કે ખરાબ વિચાર અને ખરાબ કામ વ્યક્તિને પતન તરફ લઈ જાય છે, જ્યારે સારા વિચાર અને સારા કર્મ લાખો દેવદૂતોની જેમ અનંતકાળ માટે તમારું રક્ષણ કરવા તત્પર રહે છે.

3. સ્વામી વિવેકાનંદે વિશ્વાસને ખૂબ મહત્વ આપ્યું છે. તેમણે કહ્યું છે કે તમે જ્યાં સુધી સ્વયં પર વિશ્વાસ નહીં કરો, ત્યાં સુધી તમે ઈશ્વર પર પણ વિશ્વાસ નથી કરી શકતા.

5. સ્વામી વિવેકાનંદે આ વાત પર ભાર મૂક્યો છે કે વ્યક્તિએ કમજોર ન હોવું જોઈએ તેઓ કહે છે કે સ્વયંને કમજોર સમજવું સૌથી મોટું પાપ છે.

6. તેમણે સફળતા માટે જણાવ્યું છે કે જ્યારે તમે કોઈ નવું કામ કરો છો તો પહેલા તેની હાંસી ઉડાવવામાં અવે છે, પછી તેનો વિરોધ થાય છે અને પછી એનો સ્વીકાર કરી લેવામાં આવે છે. તેઓ કહે છે કે દરેક કામ આ જ ત્રણ સ્થિતિમાંથી પસાર થાય છે, ઉપહાસ, વિરોધ અને સ્વીકૃતિ.

7. માનવીએ દરરોજ પડકારોનો સામનો કરીને તેના પર વિજય મેળવવો જોઈએ. સ્વામી વિવેકાનંદ કહેતાં હતા કે જે દિવસે તમારી સામે પડકાર કે મુશ્કેલી ન આવે, તો તમે સમજી લો કે ખોટા માર્ગે જઈ રહ્યા છો.

8. સ્વામી વિવેકાનંદનું કહેવું હતું કે અનુભવથી જ વ્યક્તિ શીખે છે, એ જ તેનો સાચો શિક્ષક છે. જીવનમાં હમેશા વ્યક્તિએ શીખતા રહેવું જોઈએ.

9. અસમંજસની સ્થિતિમાં જ્યારે તમે નિર્ણય નથી લઈ શકતા, ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે દિલ અને દિમાગમાંથી વ્યક્તિએ પોતાના દિલનું સાંભળવું જોઈએ.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here