સૂરજ બડજાત્યા ન હોત તો અરુણ ગોવિલ ‘રામાયણ’ના ‘રામ’ ન બની શક્યા હોત, પડદા પાછળની સ્ટોરી

0
22
અરુણ ગોવિલે ઘણી બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.
અરુણ ગોવિલે ઘણી બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.

 બૉલીવુડ એક્ટર અરુણ ગોવિલ આજે તેનો 64મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અરુણ ગોવિલનો જન્મ 12 જાન્યુઆરી, 1958ના રોજ ઉત્તરપ્રદેશ ના મેરઠમાં થયો હતો. અરુણ ગોવિલે ઘણી બૉલીવુડ ફિલ્મો માં કામ કર્યું છે. પરંતુ તેને રામાનંદ સાગર ની ધાર્મિક સિરીઝ ‘રામાયણ’ માં રામનું પાત્ર ભજવીને વાસ્તવિક ઓળખ મળી. આજે અરુણ ગોવિલના જન્મદિવસ પર એ જાણો કે, રામના પાત્ર માટે પહેલા રિજેક્ટ થયા બાદ આખરે તેમને આ રોલ કેવી રીતે મળ્યો.

શું તમે જાણો છો કે જો તારાચંદ બડજાત્યા અને સૂરજ બડજાત્યા ન હોત તો અરુણ ગોવિલને રામાયણમાં રામના રોલ માટે સાઈન કરવામાં આવ્યા ન હોત? રામાનંદ સાગરે અગાઉ અરુણ ગોવિલને આ રોલ માટે રિજેક્ટ કર્યા હતા. તો પછી સૂરજ બડજાત્યાના કારણે અરુણ ગોવિલ રામ કેવી રીતે બન્યા ?વાસ્તવમાં, એક ઇન્ટરવ્યુમાં અરુણ ગોવિલે કહ્યું હતું કે જ્યારે તે રામાનંદ સાગરની ‘રામાયણ’માં ભગવાન રામના રોલ માટે ઓડિશન આપવા ગયા હતા, ત્યારે તેને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તારાચંદ અને સૂરજ બડજાત્યાએ તેને રામના પાત્ર માટે લુક ટેસ્ટ દરમિયાન તેની સ્મિતનો ઉપયોગ કરવાની સલાહ આપી. બડજાત્યા પરિવાર રાજશ્રી પ્રોડક્શનનો માલિક હતો અને અરુણ ગોવિલે તેમની સાથે ઘણી ફિલ્મો કરી હતી. તારાચંદ સૂરજ બડજાત્યાના દાદા હતા.અરુણ ગોવિલે સૂરજ બડજાત્યાની એ વાતને ગાંઠ બાંધી દીધી અને રામની ભૂમિકા માટે લુક ટેસ્ટ દરમિયાન તેમની સિગ્નેચર સ્ટાઈલમાં સ્મિત કર્યું. આ સ્મિત રામાનંદ સાગરને ગમી ગયું અને તેમને લાગ્યું કે રામના રોલ માટે અરુણ ગોવિલ પરફેક્ટ છે. અહીંથી જ અરુણ ગોવિલની કારકિર્દીની દિશા બદલાઈ.