![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/20-1.jpg)
ભારતની અગ્રણી એસયુવી અને પેસેન્જર વ્હીકલ ઉત્પાદક ટાટા મોટર્સએ 2025 ટાટા ટીઆગો, ટીઆગો.ev અને ટિગોરનું ગુજરાત લોન્ચિંગ જાહેર કર્યું. આ નવા મોડલ માટે બુકિંગ શરૂ થઈ ગયા છે, જેમાં ટીઆગોની કિંમત રૂ. 4.99 લાખથી, ટીઆગો.ઈવી રૂ. 7.99 લાખથી અને ટિગોર રૂ. 5.99 લાખથી પ્રારંભ થાય છે.ટાટા મોટર્સ તેની નવીનતમ ટીઆગો અને ટિગોર સાથે કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યું છે. એલઇડી હેડલાઈટ્સ, ડે ટાઈમ રનિંગ લાઇટ્સ, અને રીડિઝાઇન કરેલા બમ્પર સાથે વધુ આકર્ષક ફ્રન્ટ લુક આપવામાં આવ્યો છે. ટોચના વેરિયન્ટમાં 15-ઇંચ એલોય વ્હીલ્સ, જ્યારે ટીઆગો.ઈવી માટે 14-ઇંચ હાઈપર-સ્ટાઇલ વ્હીલ્સ અને વિશિષ્ટ ફ્રન્ટ નોઝ આપવામાં આવ્યો છે. અંદરથી, ડ્યુઅલ-ટોન ડેશબોર્ડ ડિઝાઇન અને અલગ-અલગ વેરિયન્ટ માટે યુનિક કલર થિમ ઉપલબ્ધ છે. ટોચના મોડલમાં 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ (વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ), ઓટોમેટિક હેડલાઈટ્સ, રેન-સેન્સિંગ વાઈપર્સ, ક્રૂઝ કન્ટ્રોલ, પુશ-બટન સ્ટાર્ટ, ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ, એચડી રિયર પાર્કિંગ કેમેરા, ટાયર પ્રેશર મોનીટરીંગ સિસ્ટમ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે. ટિગોરના ટોચના મોડલમાં હવે 360-ડિગ્રી પાર્કિંગ કેમેરા આપવામાં આવ્યો છે. 2025 ટીઆગો અને ટિગોર 1.2-લીટર, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે આવે છે, જે 84bhp અને 113એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, 1.2-લીટર, 3-સિલિન્ડર બાય-ફ્યુઅલ સીએનજી વિકલ્પ પણ ઉપલબ્ધ છે, જે સીએનજી પર 72બીએચપી અને 95એનએમ ટોર્ક આપે છે. મેન્યુઅલ અને એએમટી ટ્રાન્સમિશન વિકલ્પ બંને ઉપલબ્ધ છે.ટાટા ટીઆગો.ઈવી બે બેટરી પેક વિકલ્પો સાથે આવે છે – 19.2કિલોવોટ-કલાક (મિડ રેન્જ) અને 24 કિલોવોટ-કલાક (લાંબા રેન્જ). તે ઉપરાંત, ફાસ્ટ-ચાર્જિંગ સપોર્ટવાળા મોડલ સાથે ટીઆગો.ev ઉર્જાસંચય અને શહેરી વાહન વ્યવહાર માટે શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક વિકલ્પ છે.નાવીન્ય અને ગ્રાહક કેન્દ્રિત દ્રષ્ટિ સાથે, ટાટા મોટર્સ ભારતીય ઓટોમોટિવ માર્કેટમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહી છે. 2025 ટીઆગો, ટીઆગો.ઈવી અને ટિગોર તેમની લાભપ્રદ કિંમત, ઉચ્ચ કાર્યક્ષમતા અને પ્રીમિયમ ફીચર્સ સાથે મોટી અસર પાડી શકે.બુકિંગ અને વધુ વિગતો માટે નજીકની ટાટા મોટર્સ શોરૂમમાં મુલાકાત લો અથવા ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો.