![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/7-2-1024x360.jpg)
ટેકનિપ એનર્જીઝ (પેરિસ:ટીઇ)એ અમદાવાદ નજીક ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં નવી ઓફિસ શરૂ કરવા ઉપરાંત ચેન્નાઇમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ (આઇઆઇટીએમ) રિસર્ચ પાર્કમાં અત્યાધુનિક રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટરના ઉદઘાટન સાથે ભારતમાં વ્યૂહાત્મક વિસ્તરણની જાહેરાત કરી છે.આ વ્યૂહાત્મક પહેલો ભારતમાં ટેકનિપ એનર્જીઝની હાજરીને મજબૂત બનાવે છે, જે કંપનીને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ગ્રાહકોને નવીન, સાતત્યપૂર્ણ અને કિફાયતી ઊર્જા સોલ્યુશન્સ પૂરાં પાડવા સક્ષમ બનાવે છે.અમદાવાદમાં પ્રારંભ કરાયેલી નવી ઓફિસ એ ટેકનિપ એનર્જીઝનું ભારતનું ચોથું ઓપરેટિંગ સેન્ટર છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ભારતના પ્રથમ કાર્યરત સ્માર્ટ સિટી ગિફ્ટ સિટીમાં વ્યૂહાત્મક સ્થળે સ્થિત આ ઓફિસ વૈશ્વિક સ્તરની સુવિધાઓ અને વ્યવસાયને અનુકૂળ વાતાવરણ સહિત સમૃદ્ધ ઇકોસિસ્ટમ પ્રદાન કરશે. ગુજરાતના કુશળ ટેલેન્ટ પૂલ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુલભતા સાથે, નવી ઓફિસ વર્ષ 2025માં આશરે 300 લોકોને રોજગારી આપશે, જે ટેકનિપ એનર્જીઝના વિસ્તરણને ટેકો આપવાની સાથે સાથે જ પ્રદેશના આર્થિક વિકાસમાં ફાળો આપશે.આઈઆઈટીએમ રિસર્ચ પાર્ક સ્થિત રિસર્ચ એન્ડ ઈનોવેશન સેન્ટરમાં સ્થિત ટેકનિપ એનર્જીસની ચોથી વૈશ્વિક લેબ યુરોપ અને અમેરિકામાં આવેલાં કંપનીના હાલમાં કાર્યરત ટેકનોલોજી હબમાં જોડાઈ છે. આ અત્યાધુનિક સુવિધા, ટેકનિપ એનર્જીસના ચાવીરૂપ બજારો સાથે સુસંગત મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો, જેમ કે લો કાર્બન એનર્જી ડેરિવેટિવ્ઝ, ઈન્ડસ્ટ્રીયલ ડિકાર્બોનાઈઝેશન તથા સર્ક્યુલારિટીમાં સંશોધન અને ટેકનોલોજીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.ટેકનિપ એનર્જીસના સીઈઓ અર્નોડ પીટને જણાવ્યું હતું કે, “ભારત અમારી વૈશ્વિક વ્યૂહરચનાના મૂળમાં છે. ભારતમાં અમારી કામગીરીનું વિસ્તરણ વિશ્વના સૌથી મોટા પૈકીના એક એવા દેશના સ્વચ્છ ઊર્જા સંક્રમણને વેગ આપવાની આપવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરવાની સાથે સાથે જ તેની ઔદ્યોગિક વિકાસની આકાંક્ષાઓને ટેકો આપે છે. દર વર્ષે ભારતમાં લગભગ 15 લાખ નવા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ તૈયાર થઈ રહ્યા છે. અમારી વૈશ્વિક કુશળતા સાથે ભારતની પ્રતિભાઓ અને સંશોધન ઇકોસિસ્ટમને જોડીને, અમે આગામી પેઢીના ઊર્જા સમાધાનોને આકાર આપી રહ્યા છીએ જે વિશ્વભરના ઉદ્યોગો અને સમુદાયો માટે અદ્યતન, સ્કેલેબલ અને ટકાઉ છે.ટેકનિપ એનર્જીઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર દેવેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, “ભારત વૈશ્વિક ઊર્જા સંક્રમણમાં મોખરે છે, જે નવીનતા, પ્રતિભા અને સાત્યતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાથી પ્રેરિત છે. અમદાવાદમાં અમારી નવી ઓફિસ અને આઈઆઈટીએમ રિસર્ચ પાર્ક ખાતેના રિસર્ચ એન્ડ ઈનોવેશન સેન્ટરના માધ્યમથી અમે ભારતમાં અમારાં મૂળને વધારે ઊંડાં બનાવી રહ્યાં છીએ – માત્ર એક ટેક્નોલૉજી અને એન્જિનિયરિંગના પાવરહાઉસ તરીકે જ નહીં, પરંતુ એક ઓછાં કાર્બનવાળા ભવિષ્ય ભણીની દેશની સફરને એક ચાવીરૂપ પરિબળ તરીકે પણ. આ પહેલો સ્વદેશી સમાધાનોને પ્રોત્સાહન આપશે, ઉચ્ચ મૂલ્ય ધરાવતી રોજગારીનું સર્જન કરશે અને સ્વચ્છ ઊર્જા ઈનોવેશનના કેન્દ્ર તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવશે.”ભારતનું યુનિવર્સિટી-આધારિત પ્રથમ સંશોધન પાર્ક, આઈઆઈટીએમ રિસર્ચ પાર્ક શિક્ષણ, ઉદ્યોગો, સરકાર અને સ્ટાર્ટ-અપ્સને એકસાથે જોડે છે. તે ટોચની પ્રતિભાઓ, અદ્યતન ટેકનોલોજીઝ અને ઉત્કૃષ્ટતાનાં કેન્દ્રો સુધીની પહોંચ પૂરી પાડે છે. આ સંસાધનો ટેકનિપ એનર્જીઝને ઊર્જા ઉદ્યોગમાં તેના દાયકાઓના અનુભવનો લાભ લઈને ટેકનોલોજીનું વિસ્તરણ કરવા અને તેનું વ્યાપારીકરણ કરવા, વાજબી અને ટકાઉ ઉકેલો વિકસાવવા સક્ષમ બનાવશે.ટેકનિપ એનર્જીઝ ભારતમાં ઘણાં લાંબા સમયથી હાજરી ધરાવે છે, જેનો ઇતિહાસ પાંચ દાયકાથી પણ વધુ જૂનો છે. કંપનીએ ચેન્નઈ, દિલ્હી અને મુંબઈ જેવા મુખ્ય સ્થળોએ ઓફિસો અને 4,600 કર્મચારીઓની સંખ્યા સાથે દેશમાં મજબૂત વિસ્તરણ કર્યું છે. આ વિસ્તૃત હાજરી, ગુજરાતના દહેજમાં એક સમર્પિત ઉત્પાદન એકમ સાથે મળીને ટેકનિપ એનર્જીઝને વિસ્તરતા જતા ભારતીય બજારને સેવા પૂરી પાડવાની સાથે-સાથે વૈશ્વિક પ્રોજેક્ટ્સમાં પણ યોગદાન પૂરું પાડવાની તક આપે છે.