તેજસ કાર્ગો ઇન્ડિયા લિમિટેડ (“કંપની”) સમગ્ર ભારતમાં રોડ દ્વારા લાંબા અંતરની સપ્લાય ચેઇન ટ્રાન્સપોર્ટેશન સેવાઓ પૂરી પાડવાના વ્યવસાયમાં સંકળાયેલી છે. તેઓ લોજિસ્ટિક્સ, સ્ટીલ અને સિમેન્ટ, ઇ-કોમર્સ, ઔદ્યોગિક અને રસાયણો, FMCG અને વ્હાઇટ ગુડ્સ ક્ષેત્રોમાં સંકળાયેલી વિવિધ કંપનીઓને ફુલ ટ્રક લોડ (“FTL”) હેઠળ એક્સપ્રેસ સપ્લાય ચેઇન ટ્રાન્સપોર્ટેશન સેવાઓ પ્રદાન કરે છે. કંપનીએ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. ૧૦/- પ્રતિ મૂળ કિંમતના ઇક્વિટી શેર દીઠ રૂ. ૧૬૦ થી રૂ. ૧૬૮ ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.આ જાહેર ઇશ્યૂ સંપૂર્ણપણે ૬૩,૦૦,૦૦૦ ઇક્વિટી શૅરનો નવો ઇશ્યૂ છે જેમાં કોઈ ઓફર-ફોર-સેલ (OFS) ઘટક નથી.કંપનીએ કર્મચારી અનામત ભાગ હેઠળ 63,200 ઇક્વિટી શૅર લાયક કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રિપ્શન માટે અનામત રાખ્યા છે અને 3,15,200 ઇક્વિટી શેર માર્કેટ મેકર અનામત ભાગ માટે અનામત રાખ્યા છે.નવા ઇશ્યૂમાંથી મળનારી રકમમાંથી રૂ. 31.76 કરોડ કંપની માટે વધારાના ટ્રેઇલર્સ ખરીદવા માટે ઉપયોગમાં લેવાશે; રૂ. 30 કરોડ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે; રૂ. 15 કરોડ કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી અને/અથવા પૂર્વ ચુકવણી માટે; અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ સાધવા માટે ઉપયોગમાં લેવાશે.ન્યૂ બેરી કેપિટલ્સ પ્રાઇવેટ લિમિટેડ એકમાત્ર બુક-રનિંગ લીડ મેનેજર છે. કંપનીના ઇક્વિટી શેર NSE ના SME પ્લેટફોર્મ (“NSE Emerge”) પર લિસ્ટ થવાનો પ્રસ્તાવ છે.કંપની પાસે 23 શાખાઓના નેટવર્ક દ્વારા ફ્લીટ પ્લેસમેન્ટ અને ફ્લીટ લોડિંગ અને અનલોડિંગ માટેની સુવિધાઓ છે. આમાંથી નવ શાખાઓ કામગીરીનું સંચાલન અને ફ્લીટ જાળવણી અને સમારકામ કરવા માટે પણ સક્ષમ છે. તેના કાફલાને સેવા આપવા અને જાળવવા માટે, તે ઓટોમોબાઇલ સેવા વ્યાવસાયિકો દ્વારા સંચાલિત એક વિશિષ્ટ ત્રણ એકર ઇન-હાઉસ જાળવણી સુવિધા જાળવી રાખે છે. વધુમાં, કંપની પેટ્રોલિયમ સંગ્રહ કરવા અને કેપ્ટિવ ઉપયોગ માટે પેટ્રોલિયમ વિતરણ સ્ટેશન ચલાવવા માટે PESO લાઇસન્સ ધરાવે છે. આ વ્યૂહાત્મક સેટઅપ સ્પર્ધાત્મક ભાવે ઇંધણની પહોંચ સુનિશ્ચિત કરે છે, ઇંધણ ખર્ચને શ્રેષ્ઠ બનાવે છે.કંપને નાણાકીય વર્ષ 2024 દરમિયાન અને 30 સપ્ટેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા છ મહિનાના સમયગાળા દરમિયાન, સમગ્ર ભારતમાં અનુક્રમે 98,913 ટ્રિપ્સ અને 58,943 ટ્રિપ્સ પૂર્ણ કરી છે. તે શિપમેન્ટ પ્લાનિંગ, રૂટ ઑપ્ટિમાઇઝેશન, ફ્લીટ સિલેક્શન, ડોક્યુમેન્ટેશન, ટ્રેકિંગ, કોમ્યુનિકેશન અને કોઓર્ડિનેશન અને પર્ફોર્મન્સ મૂલ્યાંકન સહિત લાંબા અંતરની સપ્લાય ચેઇન ટ્રાન્સપોર્ટેશન સેવાઓ પૂરી પાડીને તેમની 98%થી વધુ આવક મેળવી છે.31 ઓક્ટોબર, 2024 સુધીમાં, તેની પાસે 1,131 વાહનોનો કાફલો છે જેમાં 218 ટ્રેઇલર્સ અને 913 કન્ટેનર ટ્રકનો સમાવેશ થાય છે, જે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (“IoT”) આધારિત સોલ્યુશન્સ જેમ કે જીઓ ફેન્સિંગ, સેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ લોકિંગ, GPS અને સિમ આધારિત ટ્રેકિંગ, એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (“ADAS”)/ડ્રાઇવર સ્ટેટ મોનિટરિંગ (“DSM”) તેમજ AI-સંચાલિત રીઅર કેમેરા ટેકનોલોજીથી સજ્જ છે.તેજસ કાર્ગોની કામગીરીમાંથી આવક 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે 9.83% વધીને રૂ. 419.33 કરોડ થઈ છે, જે 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ. 381.78 કરોડ હતી, જે મુખ્યત્વે પ્લેસમેન્ટની સંખ્યામાં વધારો થવાને કારણે છે. કર પછીનો નફો 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ. 9.86 કરોડથી વધીને 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ. 13.22 કરોડ થયો છે.30 સપ્ટેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા છ મહિના માટે કામગીરીમાંથી આવક રૂ. 252.61 કરોડ અને કર પછીનો નફો રૂ. 8.74 કરોડ રહ્યો છે.આ ઑફર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ક્વૉલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ ખરીદદારોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ચોખ્ખી ઑફરનો 50%, બિન-સંસ્થાકીય રોકાણકારોને માટે નેટ ઑફરના 15% અને નેટ ઓફરના 35% છૂટક વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ છે.