Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadનરસૈયાંની ચૈતસિક અને દિલેર ભૂમિ ગોપનાથથી ૯૬૫મી રામકથાનો રાસોત્સવ શરૂ થયો

નરસૈયાંની ચૈતસિક અને દિલેર ભૂમિ ગોપનાથથી ૯૬૫મી રામકથાનો રાસોત્સવ શરૂ થયો

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

તલગાજરડી ભાવાવરણમાં રસભૂમિ અને રાસભૂમિ બની કથાભૂમિ. આ જગતમાં સંઘર્ષ નહીં,કોઈના સંસ્પર્શ ની જરૂર છે બુદ્ધિની આંખે બધું નથી દેખાતું,બુદ્ધની આંખે નિહાળવું જોઈએ. પદવાક્યો માટે,નરસિંહને થયેલા સાક્ષાત્કાર માટે મહિમા છે;ચમત્કાર માટે નહીં. નરસિંહને ગોપનાથ અને ગોપીનાથ બંનેનઅહીં મળ્યા.

બીજ પંક્તિઓ
બિસ્વનાથ મમ નાથ પુરારી;
ત્રિભુવન મહિમા બિદિત તુમ્હારી
નાથ કૃપાં અબ ગયઉ બિષાદા;
સુખી ભયઉં પ્રભુ ચરન પ્રસાદા
-બાલકાંડ

આધ્યાત્મિક ચેતનાનું સુવર્ણ પૃષ્ઠ અને કવિતાનું ઉન્નત શિખર એવા કવિ નરસિંહ મહેતાની જન્મભૂમિ જ્યાં કવિ ને શબ્દ સાક્ષાતકાર થયો અને એણે ‘સાગર અને શશી’ની રચના કરી એવા ગોપનાથની ભૂમિ ઉપર મોરારિબાપુનાં શ્રીમુખે પહેલા દિવસની કથાનાં આરંભે સંતો-મહંતો,બ્રહ્મચારી આશ્રમના ગાદીપતિ શ્રી સીતારામ બાપુ,મહંતશ્રી જગ્યાનાં આત્માનંદ સરસ્વતી તેમજ નેક નામદાર ઓફ મહારાણી સાહેબા ઓફ ભાવનગર-સંયુક્તા કુમારી બા અને કુમારીજી ઉપરાંત નાયબ કલેકટર જયદીપસિંહજીનાં હસ્તે આરંભે દીપ પ્રાગટ્ય થયું. આયોજન વખતે બાપુએ પ્રતીતિપૂર્વક કહેલું કે આ કથાનાં મુખ્ય યજમાન નરસિંહ મહેતા છે પરંતુ અહીં નિમિત માત્ર યજમાન-મનોરથી રમાનાથ બાજોરિયા સુબોધય અને અભ્યૂદય બાજોરિયા પરિવાર છે. આ ભૂમિ પર જાણે રામ,કૃષ્ણ અને શિવજીનો ત્રિવેણી સંગમ રચાતો હોય એમ સીતારામ બાપુએ ૧૯૯૨માં અહીં રચાયેલા સ્મારક ટ્રસ્ટની સાર્થકતા તેમજ ૫૯૪માં વર્ષે ફરી જાણે નરસિંહ ગોપનાથમાં રામકથા માટે બાપુ પ્રેરિત કરતા હોય સોમનાથ અને ગોપનાથમાં હરિ-હર છે એવા શબ્દભાવ બાદ, બાપુએ આરંભ કરતા કહ્યું ભગવાન,ઈશ્વર,પરમાત્મા ઇશ,બ્રહ્મ,પરબ્રહ્મ એવા ગોપનાથની કૃપાથી આજે નરસિંહ મહેતાની સાક્ષાતકારભૂમિ ઉપર રામકથાનો આરંભ થઈ રહ્યો છે.અહીંની પ્રગટ-અપ્રગટ ચેતનાઓને પ્રણામ કરીને ભાવનગર રાજવી પરિવારના સદભાવ પૂર્ણ સહયોગને યાદ કરીને જણાવ્યું કે ભાવનગર ઠાકોર કાન્ત,બ.ક.ઠાકર વગેરેને શરદપૂર્ણિમા ઉપર ભેગા કરતા.પૂણ્ય શ્લોક રાજવીકૃષ્ણકુમારસિંહજીનું દર્શન મેં પણ કરેલું. ગોપનાથમાં કથા મનોરથ એટલા માટે પણ થયો કે હું સાવ નાનો,સાત-આઠ વર્ષનો અને અહીંદર્શન કરવા આવતો.દરિયાકાંઠે એક સિદ્ધ મહાપુરુષ બેસતા, તેમના દર્શન કર્યા ત્યારથી એવો ભાવ કે ક્યારેક ગાવાનો અવસરમળે.ત્યારે તો હું કથા ભણતો હતો. પણ વાયા વૃંદાવન થઈને કૈલાશ પધારેલા રમાનાથ બાજોરીયા,ને વાયા ચિત્રકૂટ થઈને સુબોધયકૈલાસવાસી થયો.પ્રજ્ઞાબેન,મીના,નૌમી અને અભ્યૂદય દ્વારા આ મનોરથ આગળ વધ્યો.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here