
રંગોનો છંટકાવ, મોજમસ્તી અને ઉજવણી માટે તૈયાર થઈ જાઓ, કારણ કે એન્ડટીવીના શો તમારે માટે રસપ્રદ વળાંકો લાવી રહી છે! ભીમામાં અણધાર્યો ડ્રામા ઉજાગર થશે ત્યારે તમને હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈમાં હાસ્યસભર દુર્ઘટનાઓ જોવા મળશે, કારણ કે તમારાં વહાલાં પાત્રો અગાઉ ક્યારેય નહીં તે રીતે હોળીના જોસમાં ડૂબકીઓ લગાવશે એન્ડટીવી પર ભીમામાં આગામી વાર્તા વિશે બોલતાં સ્મિતા સાબળે ઉર્ફે ધનિયા કહે છે, ‘‘કૈલાશ બુઆ (નીતા મોહિંદ્રા) એવું વચન આપવા મજબૂર બને છે કે અન્ય જાતિના લોકોને હાનિ નહીં પહોંચાડાશે. દરમિયાન ભીમા (તેજસ્વિની સિંહ) અને વિશંભર (વિક્રમ દ્વિવેદી) ભીમાની વિધવા ભાભી મીરાને બચાવે છે અને ત્યારે ધ્યાનમાં આવે છે કે તે ગર્ભવતી છે. જોકે આ ખુશી ક્ષણજીવી નીવડે છે, કારણ કે ક્રોધિત ટોળું તેને અનૈતિક બતાવે છે, જેથી તે કલિકા સિંહ બાળકનો પિતા છે એવું કહેવા માટે મજબૂર બને છે. ઘરે પાછી આવ્યા પછી પણ મીરા અપમાનિત મહેસૂસ કરે છે, જેને લઈ આત્મહત્યા કરવા જતી હોય છે,પરંતુ ભીમા અને ધનિયા સમયસર પહોંચીને તેને બચાવી લે છે. કૈલાશ બુઆ ઝેરી અફવાઓ ફેલાવે છે અને કલિકા મીરાનું અપહરણ કરે છે ત્યારે ભીમા અને તેના સાથીઓ સાહસ કરીને બચાવમાં લાગી પડે છે, જેને લઈ કલિકાને ભાગી જવું પડે છે. જોકે તેમની મુશ્કેલીઓ અહીં પૂરી થતી નથી, કારણ કે પંચાયત જાહેર કરે છે કે મીરા અનૈતિક છે, જેથી આખા ગામની સામે તેનું માથું શરમથી ઝૂકી જાય છે. કલિકા ન્યાય માટે લડતી ભીમાની મજાક ઉડાવે છે. મીરા અપમાનિત અને મોઢા પર કાળી શાહી ચોપડેલી અવસ્થામાં ત્યાંથી નીકળી જાય છે, જેને લઈ ભીમાને આંચકો લાગે છે.’’ એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં હોળીની વાર્તા વિશે ગીતાંજલી મિશ્રા ઉર્ફે રાજેશ કહે છે, “પોલીસ સ્ટેશનમાં જતી વખતે હપ્પુ (યોગેશ ત્રિપાઠી)ને અકસ્માતે એક એવા પુરુષનો ભેટો થાય છે, જે તેના યુનિફોર્મને બગાડે છે. ક્રોધિત હપ્પુ તેને તમાચો મારે છે. અપમાનિત તે પુરુષ બદલો લેવાના સમ ખાય છે. હોળી પર હપ્પુ અને તેનો પરિવાર રંગો સાથે ખુશીથી ઉજવણી કરતા હોય છે. જોકે તેમની ખુશી ટૂંક સમયમાં ભયમાં ફેલાય છે. તેમને ભાન થાય છે કે તેમના ચહેરા પરના રંગ જશે નહીં. તેઓ બધું જ કરી છૂટે છે, પરંતુ કશું કામ કરતું નથી. દરમિયાન કમિશનર હપ્પુને જણાવે છે કે એક મંત્રી આવવાનો છે અને મંત્રીને રંગોથી બહુ ક્રોધ છે, કારણ કે તેની પત્ની હોળીના દિવસે જ ભાગી ગયેલી હોય છે. હપ્પુને મંત્રીની સિક્યુરિટીની જવાબદારી સોંપાતાં જો તે આ અવસ્થામાં જોવા મળશે તો નોકરી ગુમાવી શકે એવો વિચાર કરે છે. ડિપ્રેશનમાં તે આખા ચહેરા પર બેન્ડેજ લગાવીને મંત્રી સામે જાય છે.જોકે ટૂંક સમયમાં જ તેનો નકલી ચહેરો ખૂલી જાય છે અને મંત્રી તેને હાંકી કાઢે છે. આ પછી મલાયકા (સોનલ પાનવર) અને હપ્પુ તપાસ કરે છે ત્યારે એવું જાણવા મળે છે કે હપ્પુએ જેને તમાચો માર્યો હતો તે કેમિકલ એન્જિનિયર હતો, જેણે ધોવાઈ નહીં જાય તે વિશેષ રંગોનો ઉપયોગ કરીને વેર લીધું છે!’’એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં હોળીની વાર્તા વિશે રોહિતાશ ગૌર ઉર્ફે મનમોહન તિવારી કહે છે, “પ્રેમ (વિશ્વજિત સોની) મોડર્ન કોલોનીના બધા લોકો સાથે તેના ફાર્મહાઉસમાં ભવ્ય હોળીની ઉજવણીની યોજના બનાવે છે. જોકે તિવારી (રોહિતાશ ગૌર) અને વિભૂતિ (આસીફ શેખ)ને લાગે છે કે હોળી ભાભીજી વિના અધૂરી છે. આથી તેઓ ગુપ્ત રીતે યોજના રદ કરે છે. ક્રોધિત પ્રેમ વેર લેવાનું નક્કી કરે છે. તિવારી અને વિભૂતિને હોળી જ રમવા નહીં મળે તેની તે ખાતરી રાખવા માગે છે. દરમિયાન અનિતા (વિદિશા શ્રીવાસ્તવ) અને અંગૂરી (શુભાંગી અત્રે) હોળી વિશે રોમાંચિત છે. તિવારી અને વિભૂતિ ઘરે હોળી રમવાનું વિચારે છે ત્યાં તેમને એક અજ્ઞાત નંબર પરથી કોલ આવે છે. કોલર ચેતવણી આપે છે કે જો તેઓ હોળી રમશે તો સ્નિપર તેમને શૂટ કરશે. આરંભમાં તેઓ મજાક માને છે, પરંતુ તેમને ટૂંક સમયમાં જ ખ્યાલ આવે છે કે ધમકી સાચી છે. આથી હવે અનિતા કે અંગૂરી હોળી રમવા આગ્રહ કરે છે ત્યારે તિવારી અને વિભૂતિ ભયભીત થાય છે. તેઓ હોળી રમવાનો પ્રયાસ કરે છે ત્યાં ચેતવણી આવે છે. ભયભીત તેઓ તહેવારથી દૂર રહેવાનું નક્કી કરે છે.’’ જોતા રહો ભીમા રાત્રે 8.30, હપ્પુ કી ઉલટન પલટન રાત્રે 10.00 અને ભાભીજી ઘર પર હૈ રાત્રે 10.30,દરેક સોમવારથી શુક્રવાર, ફક્ત એન્ડટીવી પર!