Saturday, March 7, 2026
HomeGujaratગણપત યુનિવર્સિટીના આંગણે ભારે ઉત્સાહપૂર્ણ રીતે ઉજવાયો દેશનો 76 મો પ્રજાસત્તાક દિવસ...

ગણપત યુનિવર્સિટીના આંગણે ભારે ઉત્સાહપૂર્ણ રીતે ઉજવાયો દેશનો 76 મો પ્રજાસત્તાક દિવસ !

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

ગણપત યુનિવર્સિટીના ઓપન એર થિયેટરના વિશાળ પ્રાંગણમાં સવારે પહેલા વંદે માતરમ ગીતનું ગાન થયું ત્યારબાદ યુનિવર્સિટીના પેટ્રન ઈન ચિફ અને પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ- દાદાના હસ્તે ધ્વજ ફરકાવ્યા બાદ ધ્વજવંદન પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૈનિક સ્કૂલની કન્યાઓ, રક્ષા શક્તિ સ્કૂલ, જ્ઞાનશક્તિ સ્કૂલ તેમજ મરિન એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ કેડેટ્સ પણ જોડાયા હતા.આ અવસરે ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર આર. કે. પટેલ, પ્રો. ડો. સૌરભ દવે, યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર ડો. ગિરીશ પટેલ, વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકો, ટ્રસ્ટી મંડળના સભ્યો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના મેમ્બર્સ, આમંત્રિત મહાનુભાવો, યુનિવર્સિટી પરિસરમાં રહેતા પરિવારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધ્વજવંદન માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.દેશભક્તિની ભાવનાથી છલકાતા હૃદયે પોતાના વિચારો વ્યક્ત કરતા યુનિવર્સિટીના વહાલા ગણપત દાદાએ ઉપસ્થિત મેદનીને સંદેશ આપ્યો કે આઝાદી મળ્યા પછી બંધારણના ઘડવૈયાઓએ દસ મહિના ખૂબ મહેનત કરીને આપણા મૂલ્યવાન બંધારણનું ઘડતર કર્યું અને તેના અમલમાં મુકાયાના દિવસ એટલે કે 26મી જાન્યુઆરીને આપણે આ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. આજે આપણે એ ઉત્સવ આપણા વહાલા આઝાદીના લડવૈયાઓ અને બધારણના ઘડવૈયાઓને યાદ કરી વંદન કરવા જોઈએ – પૂજ્ય ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, શાસ્ત્રીજી અને બાબા આંબેડકર સહિત અનેક નેતાઓ અને શહીદવીરોનો એમાં સમાવેશ થાય છે. પૂજ્ય દાદા એ પોતાના અમેરિકા ગમનના અવસર ને યાદ કરતા કહ્યું હતું કે ત્યારે પ્રમુખ તરીકે કેનેડીએ અમેરિકાની જનતાને હાકલ કરી હતી કે “તમારા માટે દેશે શું કર્યું, તે નહીં, તમે દેશ માટે શું કર્યું!? – તેનો વિચાર કરો ! ” જે આપણે પણ 2047ના વિકસિત ભારતના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદીના સપનાને પૂરું કરવા શું પ્રદાન કરીશું તેનો વિચાર કરવાનો છે ! આ નવા વર્ષના ગણપત યુનિવર્સિટીના કેલેન્ડરનું સેન્ટ્રલ થીમ પણ ” વિકસિત ભારત ” હોવાનું એમણે સ્મરણ કરાવ્યું હતું. ગણપત યુનિવર્સિટીના નવા માસ્કોટના સરસ્વતી અને ગજેન્દ્રનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું હતું કે અમારી યુનિ.નું શિક્ષણ એ “વેલ્યૂ બેઝડ” શિક્ષણ રહે એ પણ ગણપત યુનિવર્સિટીનો એક કાર્ય-મંત્ર રહ્યો છે. પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં આ વર્ષે વિદ્યાર્થીઓને પણ સીધા જ સામેલ કર્યા હતા, આ ઉપક્રમમાં (1) ડિઝાઇન ઈન ઇન્ડિયા – ડિઝાઇન ફોર વર્ડ ,( 2 ) ” વિકસિત ભારત “અને (3) આ વર્ષના પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘોષિત થયેલી થીમના વિષય ” સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ ” ઉપર યુનિવર્સિટી શાળા કોલેજના વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. એ જ રીતે એ. એમ. પટેલ સ્કૂલ, જ્ઞાનશક્તિ સ્કૂલ, કન્યા સૈનિક શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિનાં ગીતો રજૂ કર્યા હતા તો કોલેજના વિદ્યાર્થીઓએ ” અશોકા ” નામની કૃતિને માઇમના સ્વરૂપમાં રજૂ કરી હતી.સમગ્ર કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી સૌ છુટા પડ્યા હતા. ઉજવણીનું આ ભવ્ય આયોજન સફળ બનાવવા યુનિવર્સિટીના સ્પોર્ટ્સ અધિકારી શ્રી કમલેશ પટેલ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here