The international airport in Ayodhya will be operational from next yearનવી દિલ્હી. અયોધ્યા )માં રામ મંદિર )નું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે 44 દિવસના રામમંદિર નિધિ સમર્પણ કાર્યક્રમ દ્વારા મોટું ભંડોળ પણ એકત્રિત કરાયું છે. બીજી તરફ અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ની કામગીરી પણ શરુ કરી દેવાઈ છે.ઉત્તરપ્રદેશ રાજ્ય સરકારના એક અધિકારીના હવાલે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ એરપોર્ટની કામગીરી શરુ કરી દેવાઈ છે. જેથી આગામી વર્ષ સુધીમાં ઉડ્ડયન સેવા પણ ચાલુ થઇ જવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, દેશની સર્વોચ્ચ અદાલતના તત્કાલીન જજ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે રામલલ્લાના પક્ષમાં નિર્ણય આપ્યો હતો.સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પીએમ મોદીએ ફેબ્રુઆરી 2020માં રામમંદિરના નિર્માણની દેખરેખ માટે શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રની જાહેરાત કરી હતી. જે બાદ 5 ઓગસ્ટ, 2020ના રોજ પીએમ મોદીએ રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું હતું.આગામી નાણાંકીય વર્ષ 2020-21માં એરપોર્ટ માટે કેન્દ્ર સરકારે 100 મિલિયન રૂપિયાની જોગવાઈ કરી છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે 250 કરોડ રૂપિયા આપ્યા છે. તેમજ રાજ્ય સરકારે અયોધ્યામાં એરપોર્ટ બનાવવા માટે 1000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એટલું જ નહીં રાજ્ય સરકારે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ માટે અયોધ્યામાં 555.66 એકર જમીન ખરીદવા માટે કુલ 1001 કરોડ 77 લાખ રૂપિયાની મંજૂરી આપી છે.