પાલનપુરના સંગીતકારો ફ્રાન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શહેરનું ગૌરવ વધારશે. ‘ગુરુ ધ આર્ટ હબ’ આગામી જુલાઇ મહિનામાં ગુજરાત અને દેશના અન્ય રાજ્યોના 30 ખ્યાતનામ કલાકારો ને લઈને ફ્રાન્સ યુરોપ ખાતે યોજાઈ રહેલ ઇન્ટરનેશનલ ડાન્સ એન્ડ મ્યુઝિક એન્ડ ફેસ્ટીવલમાં પર્ફોર્મ કરવા તેમજ ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છેઆ ઇન્ટરનેશનલ કલ્ચર ફેસ્ટિવલમાં ભારત સિવાય પણ દુનિયાના 20 થી પણ વધુ દેશો પર્ફોર્મ કરવા આવી રહ્યા છે. ભારત માથી ફ્રાન્સ જઈ રહેલ ટીમમાં પાલનપુરના સંગીતકાર ધર્મેશ પ્રજાપતિ અને એમની સાથે રાજ પંચાલ, જશવંત સોલંકી, શાદાબ થૈયમ અને અર્પિત જોષી પણ પર્ફોર્મ કરવા જઈ રહ્યા છેપાલનપુરના સંગીતકાર ધર્મેશ પ્રજાપતિએ વિગતો આપતા જણાવ્યું હતું કે “ભારત અને ગુજરાતની સંસ્કૃતિને દુનિયાના અનેક દેશોમાં ડાન્સ અને મ્યુઝિક થકી પ્રચાર અને પ્રસાર નું કામ કરતી ગુરુ આર્ટ હબ સંસ્થા દ્વારા 30 મી જૂનથી 17 જુલાઈ દમિયાન ફેસ્ટિવલમાં ભાગ લઈશું. જેની તૈયારીના ભાગરૂપે છેલ્લા 3 મહિના થી ડાન્સર અને સંગીતકારોની ટીમ ભારતના લોકનૃત્યો જેવાકે રાસ, ગરબો રાજસ્થાની કાલબેલિયાની પ્રેક્ટીસ કરી રહ્યા હતાહવે આ થીમ પર નાટ્યકળા કૃતિઓ રજૂ કરીશું. ફ્રાન્સની વોઇરોન સિટીમાં રહેઠાણની સુવિધા કરાઇ છે. બાકી ફ્રાન્સમાં જુદી જુદી જગ્યાએ પરફોર્મન્સ થશે. ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું કે પાછલા બે વર્ષથી કોરોના કાળ દરમિયાન મોટાભાગના કાર્યક્રમોમાં બંધ હતા તેવામાં હવે આ પ્રકારના આયોજનથી સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળશે
સંગીતકારો ફ્રાન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે; જુલાઇમાં યોજાનારા ઇન્ટરનેશનલ ફેસ્ટીવલમાં કલાના કામણ પાથરશે
Date: