Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadરાજ્યમાં સિઝનનો કુલ 55.30% વરસાદ ખાબક્યો,સૌથી વધુ કચ્છ ઝોનમાં 122.37 ટકા

રાજ્યમાં સિઝનનો કુલ 55.30% વરસાદ ખાબક્યો,સૌથી વધુ કચ્છ ઝોનમાં 122.37 ટકા

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

અમદાવાદઃ  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 21.64 ઇંચ વરસાદ તથા ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં 19.24 ઇંચ, તાલાલા તાલુકામાં 11.96  ઇંચ તથા રાજકોટના ધોરાજી તાલુકામાં 11.08 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ કુલ રાજ્યના 4 તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ 24 કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ 122.37 ટકા, સૌરાષ્ટ્રમાં 76.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.52 ટકા, દક્ષિણ ગુજરાતમાં 44.61 ટકા, પૂર્વ ગુજરાતમાં 43.53 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં 218 મિ.મી.,  માંગરોળમાં 193 મિ.મી., જામકંડોરણામાં 176 મિ.મી., ઉપલેટામાં 119 મિ.મી., મેંદરડામાં 108 મિ.મી., માળીયાહાટીનામાં અને વાપીમાં 106 મિ.મી., સુરત શહેરમાં 104 મિ.મી.,પેટલાદમાં 100 મિ.મી. આમ કુલ 14 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે કેશોદ તાલુકામાં 88 મિ.મી., લુણાવાડામાં 87 મિ.મી., દસાડામાં 76 મિ.મી., વડાલીમાં 64 મિ.મી., ખેરગામમાં 62 મિ.મી.,  વિસાવદરમાં 60 મિ.મી. તથા માણાવદરમાં 58 મિ.મી. આમ કુલ 20 જિલ્લાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 156 જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.વરસાદના ત્રીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 61.18, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 36.51, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 42.26, કચ્છના 20 ડેમમાં 63.61, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 63.85 અને સરદાર સરોવરમાં 64.40 ટકા પાણીનો જથ્થો છે. વરસાદના નવા નીર જળાશયોમાં આવવાથી રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીની તકલીફો દૂર થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં 44 ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો હોવાથી હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 17 ડેમમાં 80 ટકાથી વધુ પાણીનો જથ્થો હોવાથી એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 20 ડેમ એવા છે જે 70 ટકા પાણીનો જથ્થો ધરાવે છે તેને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 125 ડેમમાં 70 ટકા કરતાં ઓછું પાણી ઓવાથી તેને કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી. IMDના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે.કૃષિ વિભાગના અધિકારી દ્વારા ખરીફ પાકની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સામાન્ય વાવેતર વિસ્તારની સામે 71.31 ટકા વાવેતર થયું છે. એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here