
એડિટ 2 હેઠળ સંજય અને બિનાઈફર કોહલી દ્વારા નિર્મિત એન્ડટીવી પર કોમેડી શો ભાબીજી ઘર પર હૈ દ્વારા ઝાકઝમાળભર્યા દસ વર્ષ પૂર્ણ કરવાની અદભુત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 2015માં તેના આરંભથી શો આઈકોનિક ફેવરીટ બની ચૂક્યો હોઈ તેની પેટ પકડાવાની હસાવનારી રમૂજ, બુદ્ધિશાળી ડાયલોગ અને અવિસ્મરણીય પાત્રો સાથે મન જીતી રહ્યો છે. આસીફ શેખ (વિભૂતિ નારાયણ મિશ્રા), રોહિતાશ ગૌર (મનમોહન તિવારી), શુભાંગી અત્રે (અંગૂરી ભાભી) અને વિદિશા શ્રીવાસ્તવ (અનિતા ભાભી) અભિનિત આ શો બેજોડ કોમિક ટાઈમિંગ અને ઉત્તમ અભિનયને કારણે ઘેરઘેર ચર્ચિત નામ બની ગયું છે. આ અતુલનીય પ્રવાસની ઉજવણી કરવા માટે દહેરાદુનના નયનરમ્ય શહેરમાં ભવ્ય ઉજવણી માટે કલાકારો અને ક્રુ એકત્ર આવ્યા હતાય તેમણે વિશેષ 10મી એનિવર્સરીની કેક કાપી હતી. ઉજવણી વચ્ચે ટીમે અવિસ્મરણીય અવસરોની યાદો તાજી કરી હતી અને તેમની હૃદયસ્પર્શી કૃતજ્ઞતા આદાનપ્રદાન કરી હતી. વાતાવરણ ખુશી, મોજમસ્તીથી ઊભરાઈ ગયું હતું. ખાસ કરીને એક દાયકાથી દર્શકોને સતત હસાવતા રહીને મળેલો પ્રેમ અને ટેકા માટે ઊંડી સરાહના કરવામાં આવી હતી. આ વિશે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં નિર્માતા બિનાયફર કોહલીએ જણાવ્યું કે, “આ સિદ્ધિએ પહોંચવું તે અતુલનીય ગૌરવજનક અને અમારે માટે ભાવનાત્મક અવસર છે. ભાભીજી ઘર પર હૈનો પ્રવાસ અસાધારણ રહ્યો છે અને અમારા પ્રતિભાશાળી કલાકારોની સમર્પિતતા, સખત મહેનત લેનારા ક્રુ અને સૌથી મહત્ત્વપૂર્ણ અમારા દર્શકોને એકધાર્યા ટેકાને કારણે આ શક્ય બન્યું છે. આ શો પ્રેમનો શ્રમ છે અને 10 વર્ષ પૂરાં કર્યાં તે સિદ્ધ કરે છે કે લાખ્ખો ચાહકો સાથે તે કઈ રીતે સુમેળ સાધે છે. અમે આ ધ્યેયમાં વિશ્વાસ રાખવા માટે અને દરેક પગલે અમારી પડખે રહેવા માટે એન્ડટીવીના મનઃપૂર્વક આભારી છીએ. હાસ્ય અને મનોરંજનનાં હજુ ઘણાં વર્ષો આવશે!’’ વહાલો અને નટખટ વિભૂતિ નારાયણ મિશ્રાની ભૂમિકા ભજવતો આસીફ શેખે આ માઈલસ્ટોન વિશે બોલતાં જણાવ્યું કે, “આ પ્રવાસ ચમત્કારથી બિલકુલ ઓછો નથી. એક દાયકાથી વિભૂતિની ભૂમિકા શબ્દોની પાર અનુભવ રહ્યો છે. તેનું બોલકણાપણું, ચાર્મ અને દુઃસાહસો મારા જીવનનું અવિભાજ્ય અંગ બની ગયાં છે. મેં ભજવેલાં પાત્રોએ લાખ્ખો ઘરોમાં વર્ષો સુધી ખુશી અને હાસ્ય લાવ્યાં તે જાણીને ખુશી થાય છે. અમારા ચાહકો પાસેથી પ્રેમ મારી સીમાઓ પાર કરવા અને શ્રેષ્ઠતમ કામ કરવા માટે અમારી સૌથી મોટી પ્રેરણા છે. અમે આ સિદ્ધિની ઉજવણી દહેરાદુનમાં કરી હતી, જ્યાં અમે તે જ ટીમ સાથે અમારો આગામી પ્રોજેક્ટ પણ ફિલ્માંકન કરી રહ્યા છીએ. અમારા શોએ અમારા દર્શકો પર ઘેરી છાપ પાડી છે. હું અમારા હોશિયાર નિર્માતાઓ, આખી ટીમનો અને મારી પર વિશ્વાસ રાખવા માટે અને મારો આ પ્રવાસ અત્યંત વિશેષ બનાવવા માટે એન્ડટીવીનો ખૂબ ખૂબ આભારી છું. એક દાયકો પૂર્ણ કર્યો તે દુર્લભ અને અવિસ્મરણીય સિદ્ધિ છે અને હું આ સિદ્ધિને આ સુંદર સવારીનો હિસ્સો બની રહેલા દરેકને સમર્પિત કરું છું. હજુ મોજમસ્તી અને હાસ્યનાં ઘણાં બધાં વર્ષો આવવાનાં છે!’’