
ભારતીય મજદૂર સંઘ ના ૭૦ માં વર્ષ પ્રવેશ પ્રસંગને ગર્વિષ્ઠ બનાવતા વિવિધ કાર્યક્રમો થયા વર્ષ દરમિયાન દરેક કાર્યક્રમને સંગઠન માં સંનિષ્ઠ કાર્યકર્તા મિત્રો એ પદ નહિ પણ કાર્યકર તરીકે નિષ્ઠાની કાર્ય કર્યું એમાં બે કાર્યક્રમો વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન પામ્યા, જેમાં ૨૩ જુલાઈ થી૩૧ જુલાઈ દરમિયાન ગાંવ કી ઔર ચાલો થીમ સાથે,રાજ્ય ના ૧૦૩૪૦ ગામડાઓ ના૧૬ લાખ જેટલા શ્રમિકો નો સંપર્ક ભારતીય મજદૂર સંઘ ના ધ્વજ આરોહણ સાથે નો વર્લ્ડ રેકોર્ડ ૨- ૨૮ ઓગસ્ટ ના રોજ રાજ્ય ની શાળા કોલેજો ના વિદ્યાર્થીઓ પયૉવરણ અવરનેશ ના ચાર સુત્રિય સંકલ્પો જેમાં,૫૨૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ને પયૉવરણ બચાવવા નો કાર્યક્રમ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાનને પામી શ્રમિક સંગઠન એક સામાજિક સંગઠનની પણ અલગ ઓળખ ઉજાગર કરી ત્યાંથી અટકી નહિ કાર્યકર્તાની કાર્યશક્તિ અને કાર્યશૈલી ને વધુ દીપાવતી ફરી એક ગર્વિષ્ઠ તક મળી.વર્લ્ડ રેકોર્ડ અને જીનીયસ ફાઉન્ડેશન ના સયુંકત ઉપક્રમે જ્યારે જ્યારે ૫૦૦ ઉપર ના વર્લ્ડ રેકોર્ડ ની સંખ્યા થાય એમાંથી ૫૦ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર કે સંસ્થા ને એને ટેલેન્ટ થી રાષ્ટ્ર,સમાજ અને વિશાળ માનવ જીવન ને પણ શું મળ્યું એના માપદંડો ના આધારે જીનીયસ એચીવર્સ એવોર્ડ થી સન્માનિત કરી વિશ્વ સમક્ષ ઉજાગર કરવાની પ્રક્રિયા માં પણ બે વર્લ્ડ રેકર્ડ હોલ્ડર એવા ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ ની પણ દેશના વિવિધ પ્રદેશોની સન્માનિત હસ્તીઓ,સંસ્થાઓ માંથી માપદંડોના આધારે પસંદ થયેલ ૫૦ વ્યક્તિઓ સંસ્થાઓ માંથી પણ પસંદગી થઈ અને આજે જીનીયસ ઇન્ડીયન એચીવર્સ એવોર્ડ મેળવવા ના માધ્યમ થી આ બન્ને કાર્યક્રમો માં સખત મહેનત કરી કાર્યક્રમ. ને સફળ બનાવવા જે જે કાર્યકર્તા મિત્રો એ નિષ્ઠા પૂર્વક જવાબદારી ,ફરજ નિભાવી એવા ભારતીય મજદૂર સંઘના તમામ કાર્યકર મિત્રો ને આ એવોર્ડ ના માધ્યમ થી સન્માન મળ્યું. ભારત સરકાર ના સાહિત્ય અકાદમીના વાઇસ ચેર પર્સંન અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ જેઓ આ વર્લ્ડ રેકોર્ડ ના જ્યુરી મેમ્બર પણ છે વર્લ્ડ રેકોર્ડ ના સીઈઓ અને જીનીયસ ફાઉન્ડેશનના શ્રી પાવનભાઈ સોલંકી હસ્તે ગર્વિષ્ઠ એવોર્ડ મળ્યો ને ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ ના અઘ્યક્ષ શ્રી જીગ્નેશ ભાઈ મજુમદાર ની સુચના મૂજબ પ્રદેશ મહામંત્રી શ્રી ગીરીશભાઈ પટેલ પ્રદેશ ઉપાઘ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષ મીડ ડે મીલ કર્મચારી મહાસંઘ,શ્રી રાજેન્દ્રસિંહ બી ચુડાસમા શ્રી શૈલેષ ભાઈ જોશી એ આ સન્માન સ્વીકાર્યું, આ પ્રસંગે સ્વાયાત સંસ્થા સંગઠન ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેશભાઈ મંડલી ની પ્રેરક ઉપસ્થિતિ ને ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના મુઠ્ઠી ઊંચેરા કાર્યકર્તા મિત્રો ને સમર્પિત કરી ગૌરવ સાથે ભારત માતા કી જય.