
ગુજરાત ટુરીઝમના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ સાથે નિકની ભાગીદારીને કારણે રંગ, પરંપરા અને તહેવારના જોશ સાથે અમદાવાદ રિવરફ્રન્ટ જીવંત બની ગયો હતો. આકાશ હજારો સ્વર્ણિમ પતંગોથી ઊભરાઈ ગયું હતું ત્યારે ચીકુ અને બંટીએ લોકોમાં તુરંત ફેવરીટ બનેલી વિરાટ આકારની નિક- થીમની પતંગે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. ચીકુ અને બંટી સાથે પડદા પર ઉજવણી ચાલુ રહેશે, સોમવારથી શુક્રવાર, સાંજે 6.30 વાગ્યાથી, ફક્ત નિક પર.
રિવરફ્રન્ટની ઉપર આકાશ પતંગોથી ઊભરાઈ રહ્યું હતું ત્યારે ચીકુ અને બંટીએ ઉજવણીમાં રમતિયાળ અને પરિચિત ઊર્જાનો ઉમેરો કર્યો હતો. હાજર લોકો આ અદભુત, મંત્રમુગ્ધ કરનાર અવસર જોવા માટે થંભી ગયા હતા અને તેમના ફેવરીટ ઓન-સ્ક્રીન ભાઈ- બહેન સાથે વાત કરી હતી. તહેવારમાં સહજ રીતે સંમિલિત થતાં આ બંનેએ મોજમસ્તી, લાર્જર- ધેન- લાઈફ નિકટ ટ્વિસ્ટ સાથે ગુજરાતમાં થાય છે તે રીતે જ મકર સંક્રાંતિની જોરદાર ઉજવણી કરી હતી.
આ સહયોગ થકી નિકે અસલ દુનિયાના અનુભવમાં તેનું ઓન-સ્ક્રીન જોડાણ વધારીને પરિવારો અને ચાહકો માટે અવિસ્મરણીય અવસરમાં વહાલા તહેવારને ફેરવી દીધો હતો. ચીકુ અને બંટી કેન્દ્રમાં આવતાં આ જોડાણે એ વાત પર ભાર આપ્યો હતો કે નિકે ભારતના અવ્વલ કિડ્સ એન્ડ ફેમિલી એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક તરીકે તેનું સ્થાન મજબૂત બનાવવા સાથે પરિવારોને ગમે તેવા અનુભવો નિર્માણ કરવા પર સતત ધ્યાન કેન્દ્રિત કર્યું છે.


