
28.03.2025 (શુક્રવાર) ના રોજ, ભાવનગર ડિવિઝનના 3 કર્મચારીઓને રેલવે કાર્ય પ્રણાલીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ADRM એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્યને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર (ADRM) શ્રી હિમાઁશુ શર્માએ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમને પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, રેલવેના વિવિધ વિભાગોમાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદ અને નિજી સહાયક એડીઆરએમ શ્રી સતીષ જે. જોશી ઉપસ્થિત રહ્યા હતા.એવોર્ડ મેળવનાર કર્મચારીઓની વિગતો નીચે મુજબ છેઃ શ્રી ચેતન પરમાર (ડિવિઝનલ કોમર્શિયલ ઈન્સ્પેક્ટર), શ્રી મહેશ એચ. સોલંકી (સામાન્ય સહાયક) અને શ્રી વિપુલ કુમાર એન (સામાન્ય સહાયક). ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમાર અને અન્ય શાખા અધિકારીઓએ પણ તમામ પુરસ્કાર પ્રાપ્ત કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.