
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં, ૧૬ મે, ૨૦૨૫ (શુક્રવાર) ના રોજ, રાષ્ટ્ર પ્રત્યે દેશભક્તિ વ્યક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે મંડળ કાર્યાલયના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં રેલવે સુરક્ષા બળના જવાનો અને સ્કાઉટ અને ગાઇડના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ૧૬ મે, ૨૦૨૫ (શુક્રવાર) ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે ડિવિઝનલ ઓફિસથી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે આ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી હતી. આ તિરંગા યાત્રા મંડળ કાર્યાલયથી શરૂ થઈ હતી અને રેલવે કોલોનીમાંથી પસાર થઈને મંડળ કાર્યાલય પર સમાપ્ત થઈ હતી.એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્માએ રેલવે કર્મચારીઓ અને અધિકારીઓમાં ઉત્સાહ જગાડવાનું કામ કર્યું. બધાએ “ભારત માતા કી જય”, વંદે માતરમ અને જય હિંદના નારા લગાવીને બહાદુર સૈનિકોનું મનોબળ વધારવાનો પ્રયાસ કર્યો. આ તિરંગા યાત્રાનું આયોજન સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર શ્રી હુબલાલ જગનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.