
ભારતની અગ્રણી ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની ટ્રાન્સયુનિયન સિબિલે ઈન્ડિયા પોસ્ટ સાથેના સહયોગમાં ટ્રાન્સયુનિયન સિબિલના 25 વર્ષના સીમાચિહ્નની ઉજવણી માટે કસ્ટમાઇઝ કરેલા માય સ્ટેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વિશેષ ટપાલ ટિકિટ વિશ્વાસના નિર્માણ, જવાબદાર ધિરાણ સુવિધા સક્ષમ કરવા અને ભારતની ક્રેડિટ ઇકોસિસ્ટમમાં નાણાંકીય સમાવેશકતાને ગળ ધપાવવાની તેની સફરને દર્શાવે છે. મુંબઈમાં આ ટપાલ ટિકિટ અનાવરણ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઈન્ડિયા પોસ્ટના નવી મુંબઈ રિજનના પોસ્ટમાસ્ટર જનરલ શ્રીમતી સુચિતા જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ લોન્ચ અંગે શ્રીમતી સુચિતા જોશીએ જણાવ્યું હતું કે “દરેક ટપાલ ટિકિટ એક વાર્તા કહે છે. તે ભારતની સફરને આકાર આપનારા લોકો અને સંસ્થાઓને રજૂ કરે છે. ટ્રાન્સયુનિયન સિબિલ ઈન્ડિયા પોસ્ટ દ્વારા બનાવાયેલી આ વિશિષ્ટ ટિકિટ લોન્ચ કરીને તેની 25 વર્ષની ઉજવણી કરી રહી છે. આ ટપાલ ટિકિટ એ વિશ્વાસના નિર્માણમાં અને સમગ્ર દેશમાં ધિરાણની પહોંચને વિસ્તાવરામાં ટ્રાન્સયુનિયન સિબિલના નોંધપાત્ર યોગદાનનું પ્રમાણ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાન્સયુનિયન સિબિલે લોકો, ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયોને તેમના લક્ષ્યાંકો હાંસલ કરવા સક્ષમ બનાવ્યા છે અને ભારતની વૃદ્ધિમાં યોગદાન આપ્યું છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે “તેના પ્રયાસોએ દરેક સ્તરે નાણાંકીય પ્રગતિને ટેકો આપ્યો છે, પાયાના વિકાસમાં મદદ કરી છે અને રાષ્ટ્રીય અર્થતંત્રમાં યોગદાન આપ્યું છે. આ ટિકિટની ડિઝાઇન પ્રગતિ, સમાવેશકતા અને સશક્તિકરણની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે જે ટ્રાન્સયુનિયન સિબિલ અને ઈન્ડિયા પોસ્ટ બંનેને વ્યાખ્યાયિત કરે છે. ઈન્ડિયા પોસ્ટ આ સીમાચિહ્નરૂપ સિદ્ધિને સન્માનિત કરવા અને લાખો લોકોને તેમના સપનાંની નજીક જવા મદદ કરતી વખતે રાષ્ટ્રના નાણાંકીય પાયાને મજબૂત બનાવવાનું ચાલુ રાખે તેવી સંસ્થાની ઉજવણી કરતા ગર્વ અનુભવે છે.” આ ટપાલ ટિકિટની ડિઝાઇન નાણાંકીય સમાવેશકતાને પ્રોત્સાહન આપવામાં અને સમગ્ર દેશમાં વિશ્વાસનો પાયો બનાવવામાં ટ્રાન્સયુનિયન સિબિલની કાયમી ભૂમિકાને સુંદર રીતે દર્શાવે છે. ડિઝાઇનમાં દરેક તત્વ ભારતની વિકાસગાથાના એક અનોખા પાસાંને રજૂ કરે છે અને એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ટ્રાન્સયુનિયન સિબિલની ભૂમિકાને પ્રકાશિત કરે છે. કાર અને ઘરના આઇકન્સ વ્યક્તિઓના સપનાં અને આકાંક્ષાઓને મૂર્તિમંત કરે છે, જ્યારે સિલાઈ મશીન અને ફેક્ટરીના ચિહ્નો ઉદ્યોગસાહસિકો અને નાના વ્યવસાય માલિકોના સશક્તિકરણનું પ્રતીક છે. સ્ટેમ્પના કેન્દ્રમાં સિબિલ મીટર વિશ્વાસ, જવાબદાર ધિરાણ અભિગમ અને નાણાંકીય વિશ્વસનીયતાનું શક્તિશાળી પ્રતીક છે. આ અંગે ટ્રાન્સયુનિયન સિબિલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી ભાવેશ જૈને જણાવ્યું હતું કે “આ ખાસ એડિશનની ટપાલ ટિકિટ ટ્રાન્સયુનિયન સિબિલમાં અમારા બધા માટે એક ગર્વભેર સીમાચિહ્ન છે. છેલ્લા 25 વર્ષોમાં અમે એક મજબૂત ક્રેડિટ ઇકોસિસ્ટમ બનાવવા માટે ક્રેડિટ કંપનીઓ, નિયમનકારો અને ગ્રાહકો સાથે નજીકથી કામ કર્યું છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે “આ સ્ટેમ્પ ઉજવણી કરતાં પણ વધુ 25 વર્ષોમાં અમે જે લાખો વાર્તાઓને આકાર આપવામાં મદદ કરી છે તેનું સન્માન કરે છે. તે બધા માટે ધિરાણને સરળ, ન્યાયી અને વધુ સુલભ બનાવવાની અમારી વર્તમાન પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ જેમ આપણે આગળ જોઈ રહ્યા છીએ, તેમ તેમ અમારું ધ્યાન નવીનતાને આગળ વધારવા, નાણાંકીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને ભારતના દરેક ખૂણામાં પ્રગતિ માટે ધિરાણને એક બળ તરીકે સક્ષમ બનાવવા પર રહે છે.”


