નવી દિલ્હી : રાહુલ ગાંધીના નિવેદનને ખોટા સંદર્ભમાં ફેલાવવા કરવા બદલ ટીવી એન્કર રોહિત રંજનને સુપ્રીમ કોર્ટ તરફથી વચગાળાની રાહત મળી છે. રોહિત રંજને પોતાના વિરુદ્ધ દાખલ ઘણી એફઆઈઆરમાંથી બચાવ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેની પર કોર્ટે તેમને વચગાળાની રાહત આપી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં આદેશ આપ્યો કે વીડિયો બાબતે રોહિત રંજનની આગામી આદેશ સુધી ધરપકડ કરાશે નહીં. 1 જુલાઈએ ચેનલ પર રજૂ કાર્યક્રમમાં રાહુલ ગાંધીના કેરળમાં પોતાની ઓફિસમાં થયેલી તોડફોડ મુદ્દે આપવામાં આવેલા નિવેદનને ઉદયપુર સાથે જોડાયુ હતુ. જેની પર કોંગ્રેસે આકરો વિરોધ નોંધાવ્યો હતો.બાદમાં છત્તીસગઢ પોલીસે એન્કર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને તેમની ધરપકડ માટે ગાઝિયાબાદ પહોંચી હતી. પરંતુ યુપી અને છત્તીસગઢ પોલીસ વચ્ચે લાંબી ચર્ચા ચાલી અને અંતે રાયપુર પોલીસે પરત જવુ પડ્યુ હતુ.