
રાજકોટઃ શહેરમાં બે મહિલા ઈન્ફ્લુએન્સરે ફિનાઈલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ આત્મઘાતી પગલું ભરતા પહેલા બંનેએ એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જે વીડિયોમાં બંને ઈન્ફ્લુએન્સર મહિલાએ કેટલાક શખ્સોના નામ લઈ તેઓ ત્રાસ આપતા હોવાનો આરોપ મૂક્યો છે અને બાદમાં ચાલુ વીડિયોએ જ બંને ફિનાઈલ ગટગટાવી રહી છે, ત્યારે હાલ આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુએન્સર તરીકે એક્ટિવ બે મહિલા ચાલુ વીડિયોએ ફિનાઈલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના રાજકોટ રેસકોર્સ પાસે આવેલ ગાર્ડન નજીકની ગઈકાલની છે, વાયરલ વીડિયોમાં કેટલાક શખ્સોના ત્રાસથી આ બંને મહિલાઓ આ આત્મઘાતી પગલું ભરતી હોવાનો દાવો થઈ રહ્યો છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટ રેસકોર્સ પાસે આવેલ ગાર્ડન નજીક ફિનાઈલ ગટગટાવનાર આ બંને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મહિલાઓએ વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેઓ સુરતની અંકિતા પટેલ, રાજકોટની સોનુ ઉર્ફે દીદુ તથા મુખ્ય આરોપી મોરબીની રિદ્ધિ અને તેના પતિ મિલન સહિતના વ્યક્તિઓનો નામ જોગ ઉલ્લેખ કરી તેઓના ત્રાસને કારણે આ પગલું ભરતી હોવાના આરોપો થઈ રહ્યા છે.


