હોળી પહેલાં આઠ દિવસને અશુભ માનવામાં આવે છે. આ દિવસોમાં કોઈ શુભ કામ કરવામાં આવતું નથી. તેને જ હોળાષ્ટક કહેવામાં આવે છે. જે આ વખતે 9 થી 17 માર્ચ, ગુરુવાર સુધી રહેશે. આ દિવસોમાં ભગવાન કૃષ્ણના મંદિરમાં ખાસ પૂજા-શ્રૃંગાર સાથે ઉત્સવ મનાવવામાં આવે છે. ભક્તિ અને પૂજા-પાઠની દૃષ્ટિએ તો સમય ખાસ હોય છે. પરંતુ આ દિવસોને અશુભ માનવા પાછળ બે કથાઓ જણાવવામાં આવે છે. જેમાંથી એક શિવજી સાથે જોડાયેલી છે. બીજી, ભગવાન વિષ્ણુ અને તેમના ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલી છે. જાણો હોળાષ્ટકને અશુભ માનવાનું કારણપૌરાણિક કથા પ્રમાણે, પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુના ભક્ત હતાં. તે જોઈને તેમના પિતા હિરણ્યકશ્યપે તેમના ગુરુને કહ્યું, કઇંક એવું કરો કે પ્રહલાદ વિષ્ણુના નામનો જાપ બંધ કરે. અનેક કોશિશો પછી પણ ગુરુ અસફળ રહ્યાં. ત્યારે અસુર રાજે પુત્રની હત્યાનો આદેશ આપ્યો. પ્રહલાદને ઝેર પીવડાવ્યું, તલવારથી પ્રહાર કર્યો, નાગ સામે ઊભો રાખ્યો, હાથીના પગ નીચે પણ કચડી નાખવાનો વિચાર કર્યો, પરંતુ દરેક વખતે ભગવાને પ્રહલાદનો જીવ બચાવ્યો.માન્યતા છે કે હોળી પહેલાંના આઠ દિવસ એટલે આઠમથી પૂનમ સુધી પ્રહલાદે ખૂબ જ યાતનાઓ સહન કરી હતી. તેને જ યાદ કરીને હોળાષ્ટક ઊજવવામાં આવે છે. છેલ્લે હોળીકાએ પ્રહલાદને લઈને આગમાં પ્રવેશ કર્યો, પરંતુ પ્રહલાદ બચી ગયા અને હોળીકા બળીને ભસ્મ થઈ ગઈ.એક અન્ય કથા પ્રમાણે હિમાલય પુત્રી પાર્વતી ઇચ્છતા હતા કે તેમના લગ્ન ભોળાનાથ સાથે થાય, પરંતુ શિવજી પોતાની તપસ્યામાં લીન હતાં. ત્યારે કામદેવ પાર્વતી માતાની મદદ કરવા પહોંચ્યાં. તેમણે પ્રેમ બાણ ચલાવ્યું અને શિવજીની તપસ્યા ભંગ થઈ ગઈ. શિવજીને ગુસ્સો આવ્યો અને તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી. કામદેવનું શરીર તેમના ગુસ્સાની જ્વાળામાં ભસ્મ થઈ ગયું. પછી શિવજીએ પાર્વતી માતાને જોયા. પાર્વતીની આરાધના સફળ થઈ અને શિવજીએ તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર કર્યાં.આ કારણે પ્રાચીન સમયમાં હોળીની આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતીકાત્મક રીતે બાળીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ ઊજવવામાં આવે છે. જે દિવસે શિવજીએ કામદેવને ભસ્મ કર્યા હતા તે દિવસ ફાગણ સુદ આઠમ હતો. ત્યારથી હોળાષ્ટકની પ્રથા શરૂ થઈ.હોળાષ્ટકના 8 દિવસ દરમિયાન ખાસ કરીને લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન અને અન્ય શુભ કાર્યો કરવાની મનાઈ હોય છે. સાથે જ આ દિવસોમાં અંતિમ સંસ્કારને છોડી બધા જ સંસ્કાર કરવા પણ વર્જિત હોય છે. હોળાષ્ટક દરમિયાન સગાઈ, શ્રીમત અને ગ્રહ શાંતિ પણ કરવામાં આવતી નથી. આ દિવસોમાં વહુ કે દીકરી પોતાના માતા-પિતાના ઘરે પણ જતી નથી.હોળાષ્ટકમાં સ્નાન-દાન, જાપ, દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ. આ દિવસોમાં ભક્ત પ્રહલાદે ભગવાન વિષ્ણુની આરાધના કરી હતી એટલે વિષ્ણુ પૂજાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આ દરમિયાન ભજન-કીર્તન, વૈદિક અનુષ્ઠાન અને યજ્ઞ કરવા જોઈએ. જેથી કષ્ટોથી મુક્તિ મળી શકે. હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારના રોગ અને કષ્ટોથી છુટકારો મળે છે અને ઉંમર વધે છે.
હોળાષ્ટકના બે મોટા કારણો: હોળી પહેલાંના આઠ દિવસ કેમ અશુભ માનવામાં આવે છે? આ દિવસોમાં શું કરવું અને શું નહીં
Date: