
ભારત સરકારના માનનીયા ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણીયાએ સિહોર ખાતે ૧૪ મે, ૨૦૨૫ (બુધવાર) ના રોજ રેલવે અધિકારીઓ સાથે નિર્માણાધીન ઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગની મુલાકાત લીધી હતી. તેમણે રેલવે ક્રોસિંગ ગેટ નં. 205B પર બની રહેલા ઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ ગેટ નં. 205X પર બાંધવામાં આવેલા અંડરબ્રિજનું નિરીક્ષણ કર્યું. ભાવનગર મંડળના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી હતી કે ભારત સરકારના માનનીયા ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણીયાએ સિહોરના લોકોની સમસ્યાઓનો વ્યવહારુ ઉકેલ લાવવા માટે મંડળ રેલ પ્રબંધક શ્રી રવીશ કુમાર અને રેલવે એન્જિનિયરિંગ વિભાગના અધિકારી શ્રી મનીષ મલિક (વરિષ્ઠ મંડળ એન્જિનિયર/સમ.) અને તેમની ટીમ સાથે ચર્ચા કરી અને જરૂરી સૂચનાઓ આપી. સિહોરમાં રેલવે ક્રોસિંગ ગેટ નં. 205B પર નિર્માણાધીન ઓવરબ્રિજનું કામ ઝડપી બનાવવાના નિર્દેશ પણ તેમણે આપ્યા અને તેને લગતા વિવિધ પાસાઓની ચર્ચા કરી.