
ઇન્ડિયન એકેડેમી ફોર સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન (IASEW) દ્વારા 50મા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી “STEM અને IASEW – કાલ, આજ અને કાલ” ની વિશિષ્ટ થીમ સાથે કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ત્રણ પેઢીની મહિલાઓના STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) ક્ષેત્રે અનુભવો અને સેવાકીય કાર્યોને અભિવ્યક્ત કરવાનો હતો.કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ IASEW ના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર શાંતાબેન કોષ્ટિ એ ઉપસ્થિત સમૂહગણનું સ્વાગત કર્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનો માટે STEM (વિજ્ઞાન, ટેકનિકી, ઇજનેરી અને ગણિત) માત્ર ભણવાની વસ્તુ નથી, પરંતુ તે તેમના રોજિંદા જીવન અને કામમાં ઉપયોગી સાબિત થાય છે.ગ્રાસરૂટ સ્તરની મહિલાઓએ કે જેમને ઔપચારિક ડિગ્રી વગર માપ, ગણતરી અને અન્ય ટેકનિકલ કાર્યોમાં અનુભવની સાથે ઘડાયેલ છે.કાર્યક્રમની મધ્યમાં 53 વર્ષીય બહેન હાથશાળ સંલગ્ન વ્યવસાયમાં વર્ષોથી જોડાયેલ મહિલાએ વ્યવસાયને વધારવા અને સ્થાનિક મહિલાઓને રોજગારી આપવા વિશે વાત કરી હતી. ૪૧ વર્ષીય ખેતમજૂર બહેન કે જેમને પોતાના વ્યવસાયિક ક્ષેત્રે ની કામગીરીની ચર્ચા કરી હતી,૨૪ વર્ષીય કિશોરી એ કારકિર્દી અને સ્વદેશી IT કંપની વિકસાવવાના પોતાના સપનાની રજૂઆત કરી હતી. ત્યારબાદ IASEW ના ડિરેક્ટર નમ્રતાબેન બાલીએ વક્તવ્ય આપ્યું હતું.કાર્યક્રમને આગળ વધારતા પશુપાલન, ખેતી , કડિયાકામ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓ તેમજ આર્કિટેક્ચર અને IT જેવા આધુનિક ક્ષેત્રોમાં કારકિર્દી ઘડતી યુવા કિશોરીઓએ પોતાના અનુભવો અને વિચારો વિસ્તારપૂર્વક રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહિલાઓની સક્ષમતા, નવીનતા અને નેતૃત્વના ગુણોને રજૂ કરવામાં આવ્યો હતો. આ મહિલાઓએ પોતાના અનુભવો દ્વારા દર્શાવ્યું હતું કે કેવી રીતે તેઓ શીખીને આજે નિષ્ણાત બની છે.કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ISRO ના વૈજ્ઞાનિક આસિયા ટોપીવાલા ,માયકા યુનિવર્સિટીમાં કોમ્યુનિકેશનના પ્રોફેસર પૂજા થોમસ અને અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર શર્મિલા સાગરા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓના STEM ક્ષેત્રે યોગદાન અને સેવાકીય કાર્યોની પ્રશંસા કરી હતી. વધુમાં, ગ્રાસરૂટ સ્તરની મહિલાઓ કેવી રીતે અવરોધો તોડીને STEM અને સંલગ્ન ક્ષેત્રોમાં આવતીકાલ માટે ઉકેલો બનાવી રહી છે, તે અંગેની આંતરદૃષ્ટિ તરફ દોરી જતી ગતિશીલ વાતચીતો યોજાઈ હતી. IASEW ના ડિરેક્ટર નમ્રતાબેન બાલીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના STEM ક્ષેત્રે યોગદાનને રજૂ કરવાનો અને યુવા પેઢીને પ્રેરણા આપવાનો હતો.