અમેરિકાના નોર્થ-સાઉથ કેરોલિના સ્ટેટમાં ત્રાટકેલાં ફ્લોરેન્સ વાવાઝોડાંના કારણે સોમવારે કેરોલિનાના નાના શહેરો છેલ્લાં 48 કલાકમાં થયેલા વરસાદના કારણે નાના ટાપુમાં ફેરવાઇ ગયા છે. અહીં છેલ્લાં 48 કલાકમાં 24 ઇંચ વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે અહીંની મોટાંભાગની નદીઓના પાણીના સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યા હતા. લુમ્બર નદીમાં પાણીનું સ્તર વધવાના કારણે અહીંના રહેણાંક વિસ્તારોમાં 25 ફૂટ (300 ઇંચ) સુધી પાણી ભરાયા હતા. જે 2016માં આવેલા મેથ્યુ વાવાઝોડાંની સરખામણીએ એક ફૂટ વધારે છે. શુક્રવારથી અત્યાર સુધી ફ્લોરેન્સ વાવાઝોડાંમાં મૃત્યુઆંક 32એ પહોંચ્યો છે. નોર્થ કેરોલિનામાં પણ હવે વાવાઝોડાંના કારણે ઇતિહાસનું સૌથી વિનાશક પૂર આવવાની શક્યતાઓ છે. સ્થાનિક ઓથોરિટીએ સોમવારે અહીં 10 હજાર લોકોનું સ્થળાંતર કરાવ્યું છેટ્રક અને એસયુવી જેવા વાહનો પણ ડૂબ્યા, રેસ્ક્યૂ મુશ્કેલ
– નોર્થ કેરોલિનાના લ્યુમ્બર્ટનમાં આવતા મોટાંભાગના ટાઉનમાં હાલ પૂરની સ્થિતિ છે. રસ્તાઓમાં પાણી ભરાઇ જવાના કારણે ટ્રક અને એસયુવી જેવી કાર પણ ચલાવી શકાય તેવી સ્થિતિ નહીં હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશન મુશ્કેલ બની રહ્યું છે.
– લ્યુમ્બર્ટનના મોટાંભાગના મકાનોમાં લોકોએ સ્થળાંતર કરવાનું ટાળ્યું હતું. તેઓના મકાનો હાલ કાદવવાળા પાણીમાં ફસાયેલા છે. આ શહેરમાં જ ફ્લોરેન્સ સૌથી પહેલાં ત્રાટક્યું હતું.
– ભારે પવન અને વરસાદ ઉપરાંત કેપ ફિઅર નદીનું જળસ્તર વધવાના કારણે અહીંના લોકો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હાલ ફ્લોરેન્સ યુએસ નોર્થઇસ્ટ તરફ આગળ વધી રહ્યું છે.
1500 મુખ્ય રસ્તાઓ બંધ, આજે મંગળવાર સુધી 36 ઇંચ વરસાદ
– નોર્થ કેરોલિનામાં અંદાજિત 1500થી વધુ મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આજે મંગળવાર સુધી અહીં 36 ઇંચ વરસાદ થતાં ફાયર અને રેસ્ક્યૂ ટીમને લોકો સુધી પહોંચવામાં મુશ્કેલીઓ થઇ રહી છે.
– નોર્થ કેરોલિનાના ગવર્નર રૉય કૂપરે જણાવ્યું કે, નોર્થ કેરોલિનાના અનેક ભાગોમાં પૂરના પાણી ભરાઇ ગયા છે, પરિસ્થિતિ હજુ પણ ભયજનક છે.
– અહીંથી 2600 લોકો અને 300 પ્રાણીઓનો પૂરથી બચાવ કરવામાં આવ્યો છે અને હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. અંદાજિત 14,000 લોકો શેલ્ટર હાઉસમાં રહે છે