
અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના મહંત શ્રી 1008 શ્રી રંગનાથાચાર્યજી મહારાજે જણાવ્યું છે કે શ્રી હનુમાન દાદાનો જન્મોત્સવ ઉજવવા હનુમાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ અનેરા ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવશે. તા.12.04.2025 ચૈત્ર સુદ પૂનમ શનિવારના રોજ શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે સવારથી લઇને સાંજ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારે 6 કલાકે શ્રી હનુમાનદાદાની ઉત્થાપન આરતી અને ત્રિયંજન, સવારે 8.30 કલાકે ધ્વજારોહણ, સવારે 9 થી 12 કલાકે શ્રી આલોક પુજારીજી દ્વારા સુંદરકાંડનો પાઠ,બપોરે 12 કલાકે શ્રી હનુમાન જન્મોત્સવની આરતી સાથે શૃંગાર દર્શન અને છપ્પન ભોગ (અન્નકૂટ) ધરવામાં આવશે.12.30 થી 1 કલાકે મહાપ્રસાદી વિતરણ,બપોરે 1 થી 4 કલાકે ભંડારો,સાંજે 5 થી 7 કલાકે મારુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ રાત્રે 8.30 કલાકે શ્રી નાગરવેલ હનુમાનદાદાની 11000 દિવડાંઓની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.