
હાલ નેપાળથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેપાળના પૂર્વ વડાપ્રધાનના પત્નીનું નિધન થયું છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓએ પૂર્વ વડાપ્રધાન ઝાલાનાથ ખનાલના ઘરને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન તેમના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકાર ઘરમાં હતા. તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક કીર્તિપુર બર્ન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે.નેપાળમાં ચાલી રહેલી હિંસક ઘટનાઓ વચ્ચે દેશનું રાજકીય ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને સેનાના હેલિકોપ્ટરમાં સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. નેપાળની સ્થિતિ ખૂબ જ વણસી ગઈ છે. પ્રદર્શનકારીઓએ નેપાળની ફેડરલ સંસદને આગ ચાંપી દીધી છે. એટલું જ નહીં પ્રદર્શનકારીઓએ કે.પી. શર્મા ઓલીના નિવાસસ્થાને, રાષ્ટ્રપતિ ભવન, નેપાળી કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયમાં પણ આગ ચાંપી દીધી છે.પૂર્વ વડાપ્રધાનના પત્નીનું નિધન એવામાં હાલ નેપાળથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેપાળના પૂર્વ વડાપ્રધાનના પત્નીનું નિધન થયું છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓએ પૂર્વ વડાપ્રધાન ઝાલાનાથ ખનાલના ઘરને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન તેમના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકાર ઘરમાં હતા. તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક કીર્તિપુર બર્ન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે.


