
માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન રહેતા અગ્રણી ક્લિન એનર્જી ટ્રાન્ઝિશન કંપની વારી એનર્જીસ લિમિટેડે ઓલ-ઇન-વન સોલર કિટ Waaree Radiance લોન્ચ કરી છે. આ વ્યાપક અને નવીનતમ સોલ્યુશન દેશભરમાં રેસિડેન્શિયલ રૂફટોપ સોલરને અપનાવવાને વેગ આપવા તથા સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ લોન્ચ સૌર ઊર્જાને ઘરો માટે વધુ સુલભ, વિશ્વસનીય અને ગ્રાહકને સાનુકૂળ બનાવવામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. Waaree Radiance એ ભારતમાં એકમાત્ર ઓલ-ઇન-વન રૂફટોપ સોલર કિટ તરીકે અલગ તરી આવે છે જે વિવિધ કમ્પોનેન્ટ્સને મેળવવા અને સંકલન કરવા માટેની ગ્રાહકની જરૂરિયાતો દૂર કરે છે.એક જ બોક્સમાં સંપૂર્ણ સોલ્યુશનઃ Waaree Radiance કિટ અદ્વિતીય સુગમતા માટે સોલર મોડ્યુલ્સ, ઇન્વર્ટર, એસીડીબી, ડીસીડીબી, લાઇટનિંગ એરેસ્ટર, અર્થિંગ કિટ અને કેબલ્સ જેવા રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન માટે જરૂરી ખૂબ જ જરૂરી કમ્પોનેન્ટ્સને કન્સોલિડેટ કરે છે. ઘરમાલિકોએ 10 અલગ અલગ પાર્ટ્સ મેળવવા અને સંકલન કરવાની હવે જરૂર નથી. બધું જ વારી તરફથી એક જ કિટમાં મળી જશે. વિવિધ ક્ષમતાઓઃ કિટ્સ ઘરમાં વપરાશ માટે 3 કિલોવોટથી 10 કિલોવોટ સુધી અને કોમર્શિયલ તથા ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે 5 મેગાવોટ સુધી ઉપલબ્ધ છે જેનાથી ગ્રાહકો તેમની ઊર્જાની જરૂરિયાત મુજબ યોગ્ય સાઇઝ પસંદ કરી શકે છે. પ્રીમિયમ કમ્પોનેન્ટ્સઃ દરેક કીટમાં વારીએ ઉત્પાદન કરેલા મોનો પીઈઆરસી કે TOPCon સોલર મોડ્યુલ્સ, ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા ઇન્વર્ટર્સ, Waacab બ્રાન્ડેડ કેબલ્સ અને વિશ્વસનીય ઓઇએમ પાર્ટનર્સ તરફથી અન્ય ગુણવત્તાસભર સાધનો ધરાવે છે જે લાંબા ગાળે વિશ્વસનીયતા અને પ્રદર્શન સુનિશ્ચિત કરે છે.સરળ ખરીદી અને દેશભરમાં ઉપલબ્ધઃ Waaree Radiance કિટ વારીના ઇ-કોમર્સ પ્લેટફોર્મ, એમેઝોન અને ફ્લિપકાર્ટ થકી ઓનલાઇન ખરીદી શકાય છે જેમાં સમગ્ર ભારતમાં ઘરઆંગણે ડિલિવરી ઉપલબ્ધ છે. નિષ્ણાંતો દ્વારા સલાહ-મસલત અને ઝંઝટમુક્ત ઇન્સ્ટોલેશનઃ વારી સલાહ-મસલતથી માંડીને ઇન્સ્ટોલેશન સુધી નિષ્ણાંતોનું માર્ગદર્શન પૂરું પાડે છે જે સતત સંશોધન, પેપરવર્ક અથવા અવિશ્વસનીય કોન્ટ્રાક્ટર્સ સાથે કામ કરવાની જરૂરિયાત દૂર કરે છે. આ ઓફરિંગમાં ઇન્સ્ટોલેશન આસિસ્ટન્ટ સંકલિત થયેલું છે જે અપનાવવા આડેના અવરોધો ઘટાડે છે.વોરન્ટી અને સપોર્ટઃ આ કિટ 12 વર્ષની પ્રોડક્ટ વોરંટી અને મોડ્યુલ્સ પર 30 વર્ષની પર્ફોર્મન્સ વોરંટી આપે છે જેમાં ઇન્વર્ટર પર 8 વર્ષની વોરંટી મળે છે. ગ્રાહકો વોરંટી ક્લેઇમ્સ માટે તેમના ઇન્વર્ટર્સની ઓનલાઇન નોંધણી કરાવી શકે છે.સબસિડી માટેની પાત્રતાઃ ઘરમાલિકો પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના હેઠળ રૂ. 78,000 સુધીની સરકારી સબસિડી મેળવી શકે છે જે સોલર અપનાવવાને વધુ કિફાયતી બનાવે છે.Waaree Radiance કિટનું લોન્ચિંગ એ ભારતની રૂફટોપ સોલર ક્રાંતિમાં સમયસર આવેલી પ્રતિક્રિયા છે જેણે માર્ચ, 2025 સુધીમાં પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના હેઠળ 10 લાખથી વધુ ઇન્સ્ટોલેશન હાંસલ કરી લીધા છે. આ સ્કીમ ન કેવળ નોંધપાત્ર સરકારી સબસિડી પૂરી પાડે છે પરંતુ વ્યાજબી દરે કોલેટરલ-ફ્રી લોન પણ પૂરી પાડે છે જે સોલરને સામાન્ય ઘરો માટે પણ સાચા અર્થમાં કિફાયતી બનાવે છે. એપ્લિકેશન, ઇન્સ્ટોલેશન અને સબસિડી વિતરણ માટેની સરળ, સંપૂર્ણ ઓનલાઇન પ્રોસેસ સાથે આ સ્કીમ લાખો ભારતીયોને ઊર્જા ગ્રાહકોમાંથી ઊર્જા ઉત્પાદકોમાં ફેરવી રહી છે.વારી એનર્જીઝ લિમિટેડના પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ-રિટેલ પંકજ વસ્સલે જણાવ્યું હતું કે Waaree Radiance એ એક પ્રોડક્ટ કરતાં સવિશેષ છે અને તે ભારતના ઊર્જા-સ્વતંત્ર ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા છે. દરેક ઘર સુધી વ્યાપક, ઉચ્ચ-ગુણવત્તાવાળા સોલર સોલ્યુશન્સ પૂરા પાડીને અમે પરિવારોને તેમની ઊર્જા જરૂરિયાતો પર નિયંત્રણ મેળવવા અને રાષ્ટ્રની હરિત મહત્વાકાંક્ષાઓમાં યોગદાન આપવા માટે સશક્ત બનાવી રહ્યા છીએ. વારીનું વિઝન સોલર અપનાવવાને સરળ અને સાર્વત્રિક બનાવવાનું છે, જે ભારતને નવીનીકરણીય ઊર્જામાં ગ્લોબલ લીડર બનાવવાના સરકારના મિશનને સમર્થન આપે છે.વારી એનર્જીઝ લિમિટેડના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી નિલેશ માલાણીએ ઉમેર્યું હતું કે Waaree Radiance સાથે અમે ભારતીય ગ્રાહકો સૌર ઊર્જાને કેવી રીતે જુએ છે અને અપનાવે છે તેમાં ક્રાંતિ લાવી રહ્યા છીએ. અમારા ગ્રાહક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જટિલતા અને વિભાજન એ લોકોમાં સૌર ઊર્જા અપનાવવામાં સૌથી મોટા અવરોધો પૈકી એક છે. Waaree Radiance આ મુશ્કેલીઓને પ્લગ-એન્ડ-પ્લે અભિગમથી દૂર કરે છે જે સૌર ઊર્જાના ઉપયોગને નવી અપ્લાયન્સ સેટ અપ કરવા જેટલી સરળ બનાવે છે. આ પ્રોડક્ટ પાછળનો વિચાર ટકાઉ જીવનનિર્વાહ બનાવવાનો અને નવીનીકરણીય ઊર્જાને ભારતીય ઘરનો કુદરતી ભાગ બનાવવાનો છે.આ નવીનતા ભારતના સૌર ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ ક્ષણે આવી છે. દેશની સૌર ક્ષમતા રેકોર્ડ ગતિએ વધી રહી છે. સરકાર વર્ષ 2030 સુધીમાં 280 ગિગાવોટ સૌર પીવીનું લક્ષ્ય રાખે છે અને રૂફટોપ સોલર આ સંક્રમણનો મુખ્ય આધારસ્તંભ છે. Waaree Radiance કીટ ઉચ્ચ મોડ્યુલ કાર્યક્ષમતા, સુવ્યવસ્થિત ઇન્સ્ટોલેશન અને ડિજિટલ-ફર્સ્ટ ગ્રાહક જોડાણના ઉદ્યોગ વલણો સાથે સુસંગત છે, જે સુનિશ્ચિત કરે છે કે ભારતીય ઘરો સ્વચ્છ ઊર્જા ક્રાંતિમાં સંપૂર્ણ રીતે ભાગ લઈ શકે છે. તે સુનિશ્ચિત કરે છે કે લાખો ઘરો અભૂતપૂર્વ સરળતા, વિશ્વસનીયતા અને માનસિક શાંતિ સાથે સૂર્યની શક્તિનો ઉપયોગ કરી શકે છે.