
જોય ઇ-બાઇક અને જોય ઇ-રિક બ્રાન્ડ્સ હેઠળ કાર્યરત અગ્રણી ઇલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડે તેની ફ્લીટ કામગીરી અને લાસ્ટ-માઇલ ડિલિવરી મોબિલિટીમાં તેની ઉપસ્થિતિને વધુ મજબૂત કરી છે. હૈદરાબાદમાં 100 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની સફળ તૈનાતી બાદ હવે કંપની સ્પીડફોર્સઇવી સાથેની ભાગીદારીમાં કોલકત્તા, પૂણે અને અમદાવાદમાં 400 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ તૈનાત કરી રહી છે.હૈદરાબાદમાં તૈનાતીની સફળતાએ સમગ્ર ભારતમાં વિવિધ પ્રદેશો અને કંપનીઓ તરફથી માગમાં નોંધપાત્ર વધારો થયો છે. વોર્ડવિઝાર્ડના વ્યાપક એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ સાથે તેના વિશાળ સર્વિસ નેટવર્કે વ્હીકલ્સ માટે રેકોર્ડ અપટાઇમ સુનિશ્ચિત કર્યો છે તથા સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો કર્યો છે, જેનાથી ડિલિવરી પાર્ટનર્સ તેમની આવકની અપેક્ષાઓને પાર કરવા સક્ષમ બન્યાં છે. આ નવું વિસ્તરણ ઇન્ડસ્ટ્રીની અગ્રણી કંપનીઓ માટે ડિલિવરીની કામગીરીમાં વધારો કરતાં ક્વિક કોમર્સ અને ઇ-કોમર્સને વધુ મજબૂત કરશે.ટુ-વ્હીલર્સ ઉપરાંત વિસ્તરણ કરતાં વોર્ડવિઝાર્ડે સ્પીડફોર્સઇવી અને કેબીઝ (રાઇડ-હેલિંગ પ્લેટફોર્મ) સાથેની ભાગીદારીમાં મહારાષ્ટ્રમાં 200 એલ5 પેસેન્જર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ પણ તૈનાત કરશે. આ પહેલનો ઉદ્દેશ્ય ડ્રાઇવર્સને આવકની વધુ સારી તકો પ્રદાન કરવાનો તથા મુસાફરોને વધુ ઝડપી અને ખર્ચ-કાર્યક્ષમ પરિવહનના વિકલ્પો ઓફર રરવાનો છે.આ ઉપરાંત વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટીએ તાજેતરમાં એમ્પવોલ્ટ્સ સાથે ભાગીદારી કરી છે, જે આ વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. એમ્પવોલ્ટ્સનું વિશાળ ઇવી ચાર્જિંગ નેટવર્ક તૈનાત કરેલી ફ્લીટની સરળ કામગીરી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે તથા વ્યાક અને ટકાઉ ઇવી ઇકોસિસ્ટમની રચના કરવામાં વોર્ડવિઝાર્ડની કટીબદ્ધતાને વધુ મજબૂત કરશે.આ વિસ્તરણ વિશે પ્રતિક્રિયા આપતાં વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્ડ એન્ડ મોબિલિટી લિમિટેડના ચેરમેને અને મેનેજિંગ ડિરેક્ટર યતિન ગુપ્તેએ કહ્યું હતું કે, “હૈદરાબાદમાં અમારી તૈનાતીને જબરદસ્ત સફળતાએ અમારા એકીકૃત ફ્લીટ સોલ્યુશન્સની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા સાબિત કરી છે. 400 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની તૈનાતી તથા રાઇડ-હેલિંગ સેક્ટરમાં 200 એલ5 પેસેન્જર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સની તૈનાતીની યોજના સાથે અમે વિશ્વસનીય અને હાઇ-પર્ફોર્મન્સ ઇવી માટે ડિલિવરી પાર્ટનર્સ અને રોજિંદા મુસાફરો બંન્નેની કાર્યક્ષમતામાં વધારો કરી રહ્યાં છીએ. લોંગ-રેન્જ બેટરી અને સરળ ચાર્જિંગ જેવી વિશેષતાઓ લાસ્ટ-માઇલ મોબિલિટી માટે તેને આદર્શ સોલ્યુશન બનાવે છે. સંચાલનના નીચા ખર્ચ સાથે અમારા ફ્લીટ પાર્ટનર્સ બચતમાં વધારો કરી શકે છે તેમજ હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપી શકે છે. અમે નાણાકીય વર્ષ 2025-26માં ભારતના વિવિધ રાજ્યોમાં હાઇડ-હેલિંગ સેક્ટરમાં 5000 એલ5 પેસેન્જર ઇલેક્ટ્રિક થ્રીવ્હીલર્સ તૈનાત કરવાની યોજના ધરાવીએ છીએ. સ્પીડફોર્સઇવી, એમ્પવોલ્ટ્સ અને કેબીઝ સાથેની અમારી ભાગીદારી તમામ હીતધારકો માટે ઇલેક્ટ્રિક મોબિલિટી સુવિધાજનક, વિશ્વસનીય અને નાણાકીય રીતે વળતરદાયક બનાવવાના અમારા વિઝનને મજબૂત કરે છે.”આ નવા વિસ્તરણ સાથે વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ ભારતના ઇલેક્ટ્રિક ફ્લીટ ઇકોસિસ્ટમમાં અગ્રેસર કંપની તરીકેની તેની સ્થિતિને મજબૂત કરવાની સાથે-સાથે લાસ્ટ માઇલ ડિલિવરી મોબિલિટીને પુનઃવ્યાખ્યાયિત કરવા તથા રાઇડ-હેલિંગ ક્ષેત્રમાં વિસ્તરણ કરવા માટે સજ્જ છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને કંપની તેની તૈનાતીની વ્યૂહરચનાને વેગ આપવાની યોજના ધરાવે છે, જેમાં મુખ્ય મેટ્રોપોલિટન શહેરોમાં મોટી ફ્લીટ હાજરીને લક્ષ્ય બનાવવામાં આવશે અને ભારતના લોજિસ્ટિક્સ લેન્ડસ્કેપમાં સ્માર્ટ મોબિલિટી સોલ્યુશન્સને વધુ સંકલિત કરવા માટે તેની ભાગીદારીનો વિસ્તાર કરવામાં આવશે.