નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠા નેતા મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ બન્યા બાદ પહેલી વાર તેમની અધ્યક્ષાતામાં કોંગ્રેસ કાર્યસમિતિની બે દિવસની બેઠક આજથી હૈદરાબાદમાં શરુ થશે. આ બેઠક પહેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી તેલંગાણા અને દેશના લોકોના સન્માનની રક્ષા માટે વિકાસનો નવો અધ્યાય લખવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેલંગાણાના લોકોને લઇ એક સંદેશ આપતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, તેમની પાર્ટી હંમેશા તેલંગાણાના લોકોની આકાંક્ષાઓ સાથે ઉભી છે. અમે પહેલા તેલંગાણાના લોકોને વચન આપ્યું હતું તે પૂરું કર્યું છે. હવે રાજ્યને પ્રગતિ અને સમૃદ્ધિના નવા યુગમાં લઈ જવાનો સમય છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી તેલંગાણા અને દેશના તમામ લોકો માટે આદર સાથે વિકાસનો નવો અધ્યાય લખવા માટે તૈયાર છે. આ બે દિવસ ચાલનારી બેઠકમાં ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે, જો કે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને મહાગઠબંધન I.N.D.I.Aને લઈને પણ ચર્ચા થશે. આ ઉપરાંત મોંઘવારી, બેરોજગારી, મણિપૂર હિંસા તેમજ જમ્મુ કાશ્મીરના હાલાત જેવા મુદ્દા પર મોદી સરકારને ઘેરવાની રણનીતિ પર કામ કરશે.
‘અમે દેશના વિકાસમાં નવો અધ્યાય લખવા માટે તૈયાર’, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પહેલા સોનિયા ગાંધીનું મોટું નિવેદન
Date: