
ગુજરાત રાજ્યમાં દિકરાઓ સામે દિકરીઓના જન્મદરમાં વધારો થાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ પીસી એન્ડ પીએનટીટી એક્ટના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા ખાતે પીસીપીએનડીટી એક્ટ અંતર્ગત ખાનગી તબીબોના વર્કશોપ અને એન.ટી.ઇ.પી અંતર્ગત સી.એમ.ઇ.નું તા.૩૧/૦૩/૨૫ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. નિવૃત સંયુક્ત નિયામક ડો.આર આર વૈદ્ય દ્વારા ગર્ભ ધારણ પછી અને જન્મ પહેલા પરીક્ષણ તકનીકો (જાતિ પસંદગી પર પ્રતિબંધ) અધિનિયમ 1994 અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર દ્વારા પીસી એન્ડ પીએનડીટી એક્ટ અને ટીબી અંગે ઉપસ્થિત ડોક્ટરોને માર્ગદર્શન આપ્યું હતું. પીસીપીએનડીટી એક્ટનો ભંગ ન થાય, સોનોગ્રાફી મશીનનો ગર્ભ પરીક્ષણ માટે દૂર ઉપયોગ ન થાય, પીસીપીએનડીટી એક્ટના ભંગ બદલની સજાની જોગવાઈઓ અંગે માહિતી આપી અને જો કોઈ પણ વ્યક્તિ દ્વારા ગર્ભ પરીક્ષણ કરવામાં આવશે તો કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા દીકરીઓનો જન્મ દર વધે તે માટે સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દીકરો દીકરી એક સમાન, બેટી બચાવો અભિયાન ઘર ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિરમગામ તાલુકાના પ્રાઇવેટ પ્રેક્ટીસનર્સને સી.એમ.ઇ માં ટી.બી, એમડીઆર ટીબી, પ્રિઝમટીવ ટીબી કેસ, પ્રિઝમટીવ પીડીયાટ્રીક ટીબી, ડાયગ્નોસિસ ઓફ ટીબી, કેસ ડેફિનેશન, ટ્રીટમેન્ટ રેજીમેન્સ, ડેઇલીડોઝ સીડ્યુએલ, ડ્રગ ડોઝ, ફોલોઅપ, સીબીનાટ, નિક્ષય પોષણ યોજના, ટીબી મુક્ત પંચાયત વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સી.એમ.ઇ.માં આપવામાં આવેલ સચોટ તથા વિસ્તૃત માર્ગદર્શનથી વિરમગામ તાલુકામાં ટીબીનું નોટીફીકેશન તથા સંલગ્ન કામગીરીમાં નોંધપાત્ર વધારો થશે. વિરમગામ ખાતે આયોજિત વર્કશોપમાં આઇ.એમ.એ વિરમગામના પ્રેસિડેન્ટ, સેક્રેટરી, મોટી સંખ્યામાં ખાનગી હોસ્પિટલોના તબીબો સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.