ભારતીય સંગીત અને રિયાલિટી ટેલિવિઝન માટે એક ઐતિહાસિક ક્ષણ છે, જ્યારે સા રે ગા મા પાની સ્પર્ધક શ્રદ્ધા મિશ્રા અને પાર્વતિ મિનાક્ષી એ તાજેતરમાં એક નોંધપાત્ર સિમાચિન્હ હાંસિલ કર્યો, જ્યારે તેમને યુકેના બે જાણિતા સ્થળો પર તેમની લાઈવ પ્રતિભા રજૂ કરી. 25 જાન્યુઆરીના રોજ બીપી પ્લસ બર્મિંગહામ ખાતે અને 26મી જાન્યુઆરીના રોજ જાણિતા ઓવો એરિના વેમ્બલી, લંડન ખાતે દર્શકોને જુમાવ્યા હતા. આ પફોર્મન્સએ ઝી ટીવીના સંગીત રિયાલિટી શો માટે એક ગર્વની ક્ષણ હતી, કેમકે આ પ્રતિષ્ઠિત વૈશ્વિક સ્ટેજ પર તેમના સ્પર્ધકોને રજૂ કરનાર તે પ્રથમ ભારતીય ટેલિવિઝન પ્લેટફોર્મ બન્યું હતું. વેમ્બલી એ ભારતીય મનોરંજનના કેટલાક દિગ્ગજ જેમ કે, આશા ભોસલે, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન,અરિજિત સિંઘ, સોનુ નિગમ તથા શ્રેયા ઘોષાલ જેવા નામનું સમાનાર્થી છે, તેઓ આ બે ઉભરતા સિતારાની જોરદાર રજૂઆતના પણ સાક્ષી બન્યા છે, જેમને તેમના પ્રવાસની શરૂઆત સા રે ગા મા પાના સ્ટેજ પરથી કરી છે. આ પ્લેટફોર્મ સપનાઓને વાસ્તવિક્તામાં ફેરવવાની તથા મહત્વકાંક્ષી પ્રતિભાઓને વૈશ્વિક મંચ પર લાવવાની શક્તિ દર્શાવે છે. તેમાં છોગુ ઉમેરતા, શ્રદ્ધા અને પાર્વતિને ખાસ 26મી જાન્યુઆરીના દિવસે હાઈ કમિશન ઓફ ઇન્ડિયાસ રિપબ્લિક ડે ફ્લેગ હોસ્ટિંગ સેરેમની ખાતે આવકારવામાં આવી છે. આ ઉજવણીના ભાગરૂપે તેમને બે દેશભક્તિના જાણિતા ગીતો:‘પરદેશ – યેં મેરા દિલ’ અને ‘કર્મા- દિલ દિયા હૈં જાન ભી દેંગે’ની પ્રસ્તુતિ કરી. ઇવેન્ટ ખાતે, તેમનું પફોર્મન્સીસ જાણિતા મહાનુભાવો અને મહેમાનોની હાજરીમાં યોજાયું હતું, જેને આ મહત્વપૂર્ણ પ્રસંગને ભારતીય હોવાના ગર્વ તથા ભાવનાને ઉજાગર કરે છે. આ ભવ્ય પહેલ પર પ્રતિબિંબ પાડતા, શ્રી પુનિત ગોએન્કા, સીઇઓ, ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ કહે છે, “ઝી ખાતે, અમે પ્રતિભાને સમર્થ કરવામાં, અવરોધો તોડવામાં તથા વૈશ્વિક મંચ પર ભારતીય કલાત્મક તથા સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં માનીએ છીએ. લંડનમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પ્રતિષ્ઠિત વેમ્બલી સ્ટેજ પર અમારા સા રે ગા મા પાના સ્પર્ધકો દ્વારા અદ્દભુત પ્રદર્શન, ખાસ કરીને હાઈ કમિશન ઓફ ઇન્ડિયાની હાજરીમાં કરવામાં આવેલી આ રજૂઆત એ અમારા આ વિઝનનો પુરાવો છે.” આ સિમાચિન્હરૂપ પ્રાપ્તિ દર્શાવે છે કે, ઝી ટીવી એ ભારતીય પ્રતિભાને ઉન્નત બનાવવાની ની તકો ઉભી કરવામાં અગ્રણી અભિગમનું ઉદાહરણ આપે છે. વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત આ સ્ટેજ પર સા રે ગા મા પાના સ્પર્ધકોને હોસ્ટ કરીને સાંસ્કૃતિક ગૌરવની ક્ષણોને પ્રોત્સાહન આપીએ છીએ, ઝી આ પ્રતિભાને યોગ્ય પોષણ આપી અને મહત્વકાંક્ષી ગાયકો માટે શક્યતાઓને ફરીથી ઉભી કરવા બેન્ચમાર્ક સ્થાપિક કરવાનું ચાલુ રાખે છે. સા રે ગા મા પા તેના સ્પર્ધકોને અદ્દભુત પ્રતિભા પૂરા પાડવાના સતત પ્રયાસો દ્વારા ભારતીય મનોરંજન ઉદ્યોગમાં એક અગ્રણી તરીકે તેની સ્થિતિને પુન:પુષ્ટિ આપે છે, જે સપનાઓને સમર્થ બનાવે છે, શ્રેષ્ઠતાની પ્રેરણા આપે છે તથા વિશ્વભરના પડઘો પાડે તેવા વારસાનું સર્જન કરે છે.
ભારતીય પ્રતિભા માટે વૈશ્વિક સ્ટેજ પૂરું પાડવામાં ઝી ટીવી પ્રણેતા બન્યું: સા રે ગા મા પાએ વેમ્બલી ખાતે ઇતિહાસ સર્જ્યો
Date: