રોકાણકારો માટે પબ્લિક ઈશ્યુની રીતે આવતીકાલનો દિવસ 14 જુલાઈ ખૂબ જ મહત્ત્વનો છે. આ દિવસથી ઓનલાઈન ફુડ ડિલિવરી કંપની ઝોમેટો(Zomato)નો IPO ખુલશે, જે 16 જુલાઈ સુધી ખુલ્લો રહેશે. તેના દ્વારા કંપની 9,375 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારીમાં છે.ઝોમેટોને દીપેેંદર ગોયલે પોતાની ઓફિસના મિત્ર પંકજ ચડ્ડાની સાથે મળીને 2008માં લોન્ચ કરી હતી. એક દિવસ એવુ બન્યું કે દીપેંદર રોજની જેમ ઓફિસ ગયા હતા અને કેન્ટીનમાં ખાવના મેનુની રાહ જોઈ રહ્યાં હતા. તેમને એ વાતનો અહેસાસ થયો કે મેનુમાં ઘણો સમય લાગી રહ્યો છે.પછીથી તેમણે ખાવાનું મેનુ સ્કેન કરીને ઈન્ટરનેટ પર મુક્યુ, તો લોકોને તે ઘણુ પસંદ આવ્યું. અહીંથી તેમને આવી વેબસાઈટનો આઈડિયા આવ્યો, જેમાં લોકોને આસપાસના રેસ્ટોરન્ટની માહિતી મળી શકે. દીપેેંદરે પંકજની સાથે મળીને વર્ષ 2008માં ફૂડીબે શરૂ કર્યું, જેનુ નામ 2010માં બદલીને ઝોમેટો કરવામાં આવ્યું.ઝોમેટો, એક ઓનલાઈન રેસ્ટોરન્ટ એગ્રીગેટર છે, જે ગ્રાહકોને રેસ્ટોરન્ટમાંથી ખાવાનાની અને ગ્રોસરીની હોમ ડિલીવરી કરે છે. વેબસાઈટમાં રેસ્ટોરન્ટના મેનુને લઈને તેનો રિવ્યુ પણ હોય છે. સાથે જ રેસ્ટોરન્ટ માટે માર્કેટિંગ પણ કરે છે. તેના માટે ઝોમેટોએ શહેરની પ્રત્યેક રેસ્ટોરન્ટ સાથે કરાર કર્યો છે.ઝોમેટોનો કારોબાર દેશમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, પુના અને કોલકાતા સહિત ઘણા અગ્રણી શહેરોમાં છે. આ સિવાય વિદેશમાં ઝોમેટોની સર્વિસ UAE, ફિલિપાઈન્સ, સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, તુર્કી, બ્રાઝીલ, ઈન્ડોનેશિયા, પોર્ટુગલ, કેનેડા અને આયરલેન્ડમાં છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા અને USમાં પણ ઝોમેટોનો કારોબાર ફેલાયેલો છે.કંપનીની ફાઈનાન્શિયલ પ્રોફાઈલ જોવામાં આવે તો તેની કુલ રેવન્યુ ફાઈનાન્શિયલ વર્ષ 2017-18માં 487 કરોડ રૂપિયા હતી, જે 2020-21માં વધીને 2,743 કરોડ રૂપિયા થઈ ગઈ. હાલ કંપની 2,385 કરોડ રૂપિયાના નુકસાનમાં છે. કંપનીએ દેવાની ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે પબ્લિક ઈશ્યુ લાવવાનો નિર્ણય કર્યો અન માર્કેટ રેગ્યુલેટર સેબીમાં અરજી કરી છે.મંજૂરી મળ્યા પછી ઝોમેટોએ IPO લોન્ચિંગ માટે 14-16 જુલાઈનો દિવસ પસંદ કર્યો છે. એક્સચેન્જ ફાઈલિંગ મુજબ, IPOમાં રોકાણ માટે પ્રતિ શેર 72થી 76 રૂપિયાની પ્રાઈસ નક્કી કરવામાં આવી છે. 195 શેરનો એક લોટ હશે, જેના માટે એપ્લાઈ કરી શકાશે. જોકે રિટેલ રોકાણકાર વધુમાં વધુ 13 લોટ માટે જ એપ્લાઈ કરી શકે છે. સેબીના નિયમો મુજબ, 2 લાખ રૂપિયાથી વધુ રોકાણ તમે ન કરી શકો.
ઝોમેટોની કહાની: તમારુ પેટ ભરતુ ઝોમેટો તમારુ ખિસ્સું પણ ભરશે, કાલથી ખુલશે 9,375 કરોડ રૂપિયાનો IPO
Date: