ગાંધીનગરઃ સચિવાલયમાં ઘૂસનાર દીપડો અંતે પુનિત વન પાસે પાંજરે પૂરાયો

0
3

નવા સચિવાલયમાં દીપડો ઘૂસ્યો હતો અને સચિવાલયમાં તેની લટારના સીસીટીવી સામે આવ્યા હતા. પરંતુ લાંબા સમયની શોધખોળને અંતે દીપડાનું લોકેશન રાજભવન નર્સરી અને પોલીસ વન વચ્ચે મળ્યું હતું. 12 કલાકથી વધારે સમય બાદ દીપડો આખરે પુનિત વનમાંથી પાંજરે પૂરાયો હતો. ઉલ્લેખનીય છે કે દીપડો સચિવાલયથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ રાજભવન નર્સરી અને પોલીસ વન આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. વન વિભાગે દીપડાને પકડી પાડવા એડીચોટીનું જોર લગાવ્યું હતું.

મોડી રાત્રે સચિવાલયમાં દીપડો ઘૂસ્યો હોવાની ઘટનાની જાણ થતાં વનવિભાગ અને પોલીસની ટીમ કરાતાં સચિવાલય દોડી ગઈ હતી. દીપડાને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસીને શોધખોળ આદરવામાં આવી હતી. રાજ્યના વિવિધ વિસ્તારોમાં માનવ રહેણાંક દીપડો ઘૂસ્યાના બનાવ સામે આવતા હોય છે ત્યારે રાજ્યની રાજધાનીમાં જ્યાંથી રાજ્યનો વહિવટ થાય છે ત્યાં દીપડો ઘૂસી જતાં લોકો અચરજ પામ્યા હતા.

સચિવાલયમાં દીપડાને લઈને સુરક્ષા મામલે શું કહે છે પોલીસ?

સુરક્ષા અને લોકોની સેફ્ટીને ધ્યાને રાખીને જ્યાં સુધી દીપડાનું લોકેશન ન મળે અને તેને પકડી લેવામાં ન આવે ત્યાં સુધી કોઈને સચિવાલયમાં પ્રવેશ આપવામાં નહીં આવે. વન વિભાગ જાહેર કરાય કે દીપડો નિશ્ચિત લોકેશન પર છે કે તેની મૂવમેન્ટ થઈ છે તેને ધ્યાને રાખીને પછી જ લોકોને એન્ટ્રી આપવામાં આવશે.

દીપડાને પાંજરે પૂરવા વન વિભાગ કાર્યરત

ગાંધીનગરમાં નવા સચિવાયલમાં દીપડો ઘૂસી ગયો હતો. વનવિભાગની ટીમ નવા સચિવાલય પહોંચીને દીપડાને પાંજરામાં પૂરવા માટે જહેમત ઉઠાવી રહી છે. દીપડો ક્યાં છે તે ચકાસવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. દીપડોનું લોકેશન મેળવીને તેને પાંજરે પૂરવા માટે વનવિભાગની ટીમે કામગીરી હાથ ધરી છે.

ચિંતા વ્યક્ત કરતાં અધિકારી

અધિકારીઓએ આ અંગે ચિંતા દર્શાવતા કહ્યું છે કે, જો સચિવાલયમાં દીપડો ઘૂસી ગયો હોય તો ઘણી જ ચિંતાનો વિષય છે. આ અંગે તપાસ થશે કે તે ક્યાંથી અંદર આવી ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here