અમદાવાદ: આ વૈશ્વિક રોગચાણોના દરમયાન પણ ઘણા એવા દાખલો જોવા મળ્યો છે જ્યાં કોઈ માનવી એ બીજા કોઈ માનવના નિસ્વાર્થ પણે સેવા કરવાનું ઈચ્છા અને પ્રતિજ્ઞા લીધા હોય એવા એક કિસ્સા તાજેતરમાં નવા નરોડાના હરિદર્શન ચાર રસ્તા ખાતે આવેલું અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિક માં જોવા આવ્યું જયારે ૩૨ વર્ષીય ર્ડો મોહિલ ધીરેનભાઈ પટેલના દેખરેખ અને અવલોકન હેઠણ એક જટિલ લેપરોસકોપી ઓપેરશનનું સફળતાપૂર્વક અને નિઃશુલ્ક રૂપે આયોજન કરવામાં આવ્યું. આ ઓપેરશન વિષયે ર્ડો મોહિલ ધીરેનભાઈ પટેલ જણાવે છે, “છેલ્લા 2 વર્ષ થી આ દર્દી રસીલા બેન દેવળીયા (રહેવાસી – કેશોદ) એબ્ડોમીનલ પૈન તથા વધારે માસિક ની સમસ્યા સતાવતી હતી.
તેમની મીદ્દ્લ ક્લાસ પરિસ્થિતિ ના કારણે સોનોગ્રાફી કરાવી હતી તેમાં તેમને Uterus તથા Ovaries માં ગાંઠ છે તેવું જણાવેલ હતું. પરિસ્થિઓટી સારી ના હોવાના કારણે તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં બતાવેલ ત્યાં તેમને એબ્ડોમીનલ હિસ્ટેરેક્ટોમી માટે ઓપેરશન ટેબલે ઉપર લીધા હતા અને Spinal એનસ્થેસીયા પછી પેટ પાર ચીરો મૂકી ને ગર્ભાશય કાઢવાની પ્રોસેસ ચાલુ કરેલ પરંતુ ગર્ભાશય ના પાછળ ના ભાગે આંતરડા વધારે માત્ર માં ચોંટેલા હોવાથી તેમને સર્જન નો ઓપીનીઓન લીધો હતો અને ઓપેરશન ટેબલે ઓપેરશન તાત્કાલિક બંધ કરી ને પેટ પાર નો ચીરો બંધ કરી ને વોર્ડ માં શિફ્ટ કાર્ય હતા.
ત્યાર બાદ તેની એ રાજકોટ માં 2 હોસ્પિટલ માં બતાવ્યુ હતું પરંતુ ત્યાં 3-4 દિવસ એડમિટ કરીએ હતા અને ત્યાં તેમને પૈસા ની અગવડતા ના કારણે તે ત્યાં થી પાંચ આવી ગયા ત્યાર બાદ રાજકોટ સિવિલ માંથી પણ તેમને ઓપેરશન માટે રેસ્પોન્સે ના મળતા રસીલા બેન એ ચાપરડા તથા વેરાવળ ની આદિત્ય બિરલા હોસ્પિટલ માં બતાવ્યુ હતું ત્યાં થી તેમને અમદાવાદ સિવિલ માં અવની સલાહ મળેલ. દર્દીના ભાભી એ 15 દિવસ પહેલા મને દર્દી ની કન્ડિશન તથા તેમની આર્થિક પરિસ્થિતિ પૂર છે તેવું જણાવેલું તેથી મેં તેમને મારી હોસ્પિટલ માં બોલાવી તેમનો MRI રિપોર્ટ ની શુલ્ક કરાવડાવિયો હતો તેમાં તેમને એન્ડોમેટ્રિઓસિસ નામ નો રોગ છે તેવું નિદાન થયું હતું. આ CASE એક પડકાર સમાન હતો જેમનું નિઃશુલ્ક નિદાન તથા LAPAROSCOPY ઓપેરશન કરી ને રસીલા બેન ને પીડા ફ્રી કરી આપેલ છે.” ર્ડો મોહિલ ધીરેનભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, ” અમારું આ હોસ્પિટલ ૫ વર્ષ પેહલા જ શરૂ કરવામાં આવ્યું છે અને અમારું એવું માનવું છે દરેક મહિને અમારે સમાજલક્ષી અને સમુદાય માટે કાર્ય પણ કરવું જોઈએ. અમે દર મહિને ૨ -૩ ઓપરેશન્સ દર્દીઓ માટે નિઃશુલ્ક કરીયે છીએ. ત્રિમંદિર , અડાલજ ખાતે પણ સેવાઓ આપીયે છીએ. વિધવાઓ અને આર્મી ના જવાનો માટે પણ અમે નિઃશુલ્ક સેવાઓ આપીયે છીએ.” “એન્ડોમેટ્રિઓસિસ એક રોગ કે જે એક BENIGN કેન્સર કન્ડિશન છે જેમાં માસિક નો ભરાવો પેટ ની અંદર થઈ જાય છે તેથી માસિક આવતી વખતે તેમને પીડા ખુબ રહે છે. આ રોગ માં માસિક નો ભરાવો ગર્ભાશય ની આજુ બાજુ અંડકોષ તથા tubes તથા આંતરડા માં તેમજ મૂત્રાશય ની નળી માં પણ થાય છે. જેથી તે બધીજ વસ્તુ ગર્ભાશય સાથે ચોંટી જાય છે. અંડકોષ માં તો ચોકોકલ સીસ્ટ પણ થઈ જાય છે. આ બધીજ વસ્તુ રસીલા બેન ના case હાજર હતી.MRI રિપોર્ટ બાદ તેમના બ્લડ ટેસ્ટ પણ મારી હોસ્પિટલ માં નિઃશુલ્ક કરવા માં આવ્યા હતા.ત્યાર બાદ તેમને સારવાર માટે બ્લડ ઓછું હોવાથી 3 બોટ્ટલ બ્લડ પણ નિઃશુલ્ક 5/1/12 ના રોજ મારી હોસ્પિટલ માં ચડાવેલ,તથા એનસ્થેસીયા/ઓપેરશન કોઈ પણ જાત નો ખર્ચો લીધા વગર દૂરબીન(LAPAROSCOPY) થી ઓપેરશન ગર્ભાશય કાઢી આપવામાં આવ્યુ છે. જો એન્ડોમેટ્રિઓસિસ આંતરડા માં હોય તો સંડાસ કરતી વખતે પીડા થાય છે.જો પેશાબ ની નળી માં હોય તો પેશાબ જતી વખતે પણ પીડા થાય છે.” આ પરિસ્થિતિ ને નજર અંદાઝ કરાય એવી હોતી નથી જો આવું કોઈ લક્ષણ કોઈ પણ સ્ત્રી ને દેખાય તો તાત્કાલિક સારવાર માટે ગાયનૅકોલૉજિસ્ટ નો સંપર્ક કરવો.