રિક્ષાના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આધેડને અડફેટમાં લીધા અકસ્માત બાદમાં રીક્ષા પલટી ખાઇ ગઇ
ભાભર હાઇવે ઉપર રોડ ઉપર ઉભેલ એક આધેડને ટક્કર મારતાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષા પલટી ખાતા એક મહિલા ઘાયલ થઈ છે. આ અંગેની વિગત મુજબ ભાભર ના કનિદૈ લાકિઅ સુઇગામ હાઇવે ઉપર રાધે સ્કૂલ પાસે બુધવારના બપોરે હાઇવે ઉપરના એક ખેતરમાં ખેતમજૂર ભાગીયા તરીકે રહેતા ભાભર તાલુકાના માનપુરા ગામ ના મેલા ભાઈ કનિદૈ લાકિઅ સગતા ભાઈ ઠાકોર અકિલા ( ઉ.વ.આ.50) આધેડ વયનો ખેત મજુર રોડની સાઈડમાં ઉભો હતો. ત્યારે સુઈગામ હાઈવે ઉપરથી પુરપાટ ઝડપે આવી રહેલ રિક્ષાના ચાલકે કનિદૈ લાકિઅ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ આધેડ ને અડફેટમાં લીધા હતા. અકસ્માત બાદમાં રીક્ષા અકીલા પલટી ખાઇ ગઇ હતી જેના કારણે રોડની સાઇડ પર ઉભેલા મેલાભાઈ કનિદૈ લાકિઅ ઠાકોર નામના આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે રીક્ષામાં બેઠેલ મહિલા રાણીબેન મફાજી ઠાકોર ને સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માત થતા કનિદૈ લાકિઅ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રાઇવેટ વાહન દ્વારા બંને ઘાયલોને સી.એચ.સી.ખાતે સારવારાર્થે ખસેડાયા હતા. ભાભર સી.એચ.સી.મા સારવાર કનિદૈ લાકિઅ આપવામાં આવી હતી જેમાં માથાના ભાગે ગંભીર ઇજા થયેલ મેલાભાઈ ઠાકોરનું સારવાર બાદ મોત થયું હતું. મુતક ના સગા એ ભાભર પોલીસને જાણ કરી છે. લાશનો કનિદૈ લાકિઅ ભાભર સી.એચ.સી. ખાતે પીએમ કરી વાલીવારસોને સોંપવામાં આવી છે.