Sunday, October 4, 2026
HomeGujaratAhmedabadચૂંટણીઃ અમદાવાદ શહેર-જિલ્લામાં તહેનાત પોલીસ કર્મીઓ ટપાલ દ્વારા આપી શકશે મત

ચૂંટણીઃ અમદાવાદ શહેર-જિલ્લામાં તહેનાત પોલીસ કર્મીઓ ટપાલ દ્વારા આપી શકશે મત

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ:
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેર જિલ્લાના ૫,૬૨૭ મતદાન મથકમાં આગામી તા. ૨૩ એપ્રિલે મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. શહેર જિલ્લાના કુલ ૧,૯૨૩ સ્થળ પર આ મતદાન કેન્દ્ર ઊભાં કરાશે. ગઈ કાલે તંત્ર દ્વારા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા ખાસ શતાયુ મતદાર ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.

હવે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા પોલીસ, હોમગાર્ડ અને એસઆરપીના ૧૮,૦૦૦ જવાન આજથી બે દિવસ પોસ્ટલ બેલેટથી પોતાનું મતદાન કરી શકે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે.

અમદાવાદ જિલ્લામાં કુલ ૨૧ વિધાનસભા મત વિસ્તાર હોઈ મતદારોની અંતિમ યાદી પ્રમાણે કુલ ૫,૬૨૭ મતદાન મથક ઊભાં કરાશે. જે પૈકી દશક્રોઈ વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ ૪૦૯ મતદાન મથક અને દરિયાપુર વિધાનસભા મત વિસ્તારમાં સૌથી ઓછા ૧૮૮ મતદાન મથક છે.

જિલ્લા ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવારોની સંખ્યા વધવાથી વધારાના ઈવીએમ અને વીવીપેટની વ્યવસ્થા કરાઈ રહી છે. પ્રતિ મતદાન મથક દીઠ પાંચ પોલિંગ સ્ટાફની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુરક્ષા-સલામતી જાળવવા માટે પોલીસ, હોમગાર્ડ અને એસઆરપીના ૧૮,૦૦૦ જવાન તૈનાત કરાયા છે.

દરમિયાન અમદાવાદ જિલ્લાના અધિક ચૂંટણી અધિકારી મિતેશ પંડ્યા વધુમાં કહે છે. આ તમામ પોલીસ સ્ટાફ લોકસભાની ચૂંટણીમાં પોતાના પસંદગીના ઉમેદવારને પોતાનો મત આપી શકે તે માટે આજથી બે દિવસ સુધી શાહીબાગ પોલીસહેડ ક્વાર્ટર્સ ખાતે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા ઊભી કરાઈ છે.

જ્યાં નિર્ધારિત કાર્યક્રમ મુજબ પોલીસના જવાનોને ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે બેલેટ પેપર અપાશે, અને આ જવાનો બેલેટ પેપરમાં દર્શાવેલા ઉમેદવારો પૈકીના કોઈ એક ઉમેદવારના ચિહ્ન પર સિક્કો મારીને મત આપી શકશે. સિટી જિલ્લા વિસ્તારના આ ૧૮,૦૦૦ જવાન માટે બેલેટ પોસ્ટિંગ માટે બે દિવસ અપાયા બાદ પણ જો કોઈ જવાન મતદાન કરવાથી કોઈ કારણસર ચૂકી જશે તો તેમને જે તે વિસ્તારના ચૂંટણી અધિકારીના નામ-સરનામું ધરાવતાં કવર અને બેલેટ પેપર અપાશે. જેને તેઓ ટપાલ મારફતે મોકલાવી શકશે.

શહેર-જિલ્લામાં ૨૧ વિધાનસભા મત વિસ્તાર હોઈ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પ્રતિ વિધાનસભા મત વિસ્તાર દીઠ એક બેલેટ બોક્સ મુકાયાં છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન કરાવવાના ભાગરૂપે દિવ્યાંગ વ્યક્તિ સંચાલિત મતદાન મથક સહિતની તૈયારીઓ કરાઈ રહી છે તેમ પણ મિતેશ પંડ્યા વધુમાં જણાવે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here