અક્ષય કુમારે આખરે સેન્સર બોર્ડ સામે શરણાગતિ સાધીને ‘ઓહ માય ગોડ ટૂ’ માટે એડલ્ટ ઓન્લી સર્ટિફિકેટ સ્વીકારી લેવાનું નક્કી કર્યું હોવાનો દાવો કેટલાક અહેવોલોમાં કરવામાં આવ્યો છે.
જોકે, અક્ષય હજુ પણ સેન્સર બોર્ડે સૂચવેલા ૨૦થી વધુ કટમાંથી થોડો ઘટાડો થાય તે માટે પ્રયાસ કરી રહ્યો છે. ફિલ્મ સર્જકોની દલીલ છે કે બધેબધા કટ સ્વીકારી લેશું અને સેન્સરે સૂચવ્યા પ્રમાણેના ફેરફારો કરશું તો એડિટિંગ અને ડબિંગમાં સમય લાગશે અને તેમની પાસે હવે એટલો સમય નથી.
અક્ષયે ૧૧મી ઓગસ્ટના લોંગ વીકએન્ડને ધ્યાને રાખીને આ દિવસે ફિલ્મ રીલીઝ કરવાનું નક્કી કર્યું હતું. તેણે અગાઉ સેન્સર સામે કોર્ટમાં જવાનો વિકલ્પ પણવિચારી જોયો હતો પરંતુ તેમ કરવા જતાં રીલીઝ ડેટ બાબતે અનિશ્ચિતતા સર્જાય તેવી બીક છે.
તેને બદલે એકવાર ફિલ્મ થિયેટરમાં રીલીઝ કરી દેવી અને પછી જે ભાવ મળે તે ભાવે કોઈ ઓટીટી પ્લેટફોર્મને પધરાવી દેવી તેવી વિચારણા સર્જકો કરી રહ્યા હોવાનું કહેવાય છે.