રમજાન મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો ઈફ્તાર પાર્ટીનું આયોજન કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન બુધવારે અમદાવાદ સ્થિત લાલદરવાજા ખાતે એક મુસ્લિમ સમાજના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઈફ્તાર પાર્ટીમાં મુસ્લિમ બિરાદરો ભોજન કરાવ્યું હતુંસોશિયલ મીડિયામાં જશોદાબેનના ફોટો વાઈરલ થયા છે. ફોટોમાં જોઈ શકાય છે કે તેઓ મુસ્લિમ બિરાદરોને ભોજન કરાવી રહ્યા છે. આ ઉપરાંત કોઈ ઓફિસમાં બેસેલા છે. આ કાર્યક્રમ કઈ જગ્યાએ યોજાયો હતો તે જાણી શકાયું નથી પરંતુ સોશિયલ મીડિયામાં આ ફોટો મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યા છે.